Entertainment

પેડ્ડીમાં જાહ્નવી કપૂરના અશ્લીલ દ્રશ્યો બદલ ડાયરેકટરે માફી માંગી

By GS Team
7 Jun 20261 min read
પેડ્ડીમાં જાહ્નવી કપૂરના અશ્લીલ દ્રશ્યો બદલ ડાયરેકટરે માફી માંગી

રામચરણની પેડ્ડી બોક્સ ઓફિસ પર કમાણી કરી રહી છે, તેવામાં જાહ્નવી કપૂર પર ફિલ્માવવામાં આવેલા દ્રશ્યો દર્શકોને  વાંધાજનક લાગતાં હોબાળો થયો હતો. સોશયલ મીડિયા પર તેના પાત્રને ઓવરસેક્સુઅલાઇઝ્ડ જણાવીને ફિલ્મમાં મહિલાઓને આ રીતે દર્શાવવા બદલ પ્રશ્રો ઉઠાવ્યા હતા. આ પ્રતિક્રિયાને જોઈને દિગ્દર્શક બુચ્ચી બાબૂ સાના  ભાવુક બની ગયોહતો અને તેણે દર્શકોની મહિલાઓ પ્રત્યેની ભાવનાઓનું સમ્માન કરતાં માફી માંગી હતી. એટલું જ નહી તેણે વાંધાજનક દ્રશ્યોને દૂર કરવાની ઘોષણા પણ કરી હતી.  

ડાયરેકટરે માફી માંગતા કહ્યું હતું કે, તેના સિનેમાનો ઉદેશ્ય મનોરંજન તેમજ લોકોને પ્રેરિત કરવાનો હતો. 

કોઇની ભાવના દુભાવવી તેમજ મહિલાઓને અપમાનિત કરવાનું કલ્પનામાં પણ વિચાર્યું નહોતું. મેં અને મારી ટીમે દર્શકોની પ્રતિ ક્રિયાને ધ્યાનપૂર્વક સાંભળી અને સમજી અને ગંભીરતાથી લીધી  છે. અમે આ સંબંધિત હિસ્સોમાં આવશ્યક બદલાવ ચોક્કસ કરશું.