પાકિસ્તાનમાં સરદારજી 3ને મળેલા પ્રેમથી દિલજીત દોસાંઝ ખુશ, વીડિયો શેર કરી જુઓ શું કહ્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Sardaar Ji 3 in Pakistan: દિલજીત દોસાંઝની ફિલ્મ સરદાર જી 3ને લઈને ભારતમા વિવાદ ચાલી રહ્યો છે. ફિલ્મમાં પાકિસ્તાની એક્ટ્રેસ હાનિયા આમિરની કાસ્ટિંગના કારણે ફિલ્મને ભારતમાં રિલીઝ નથી કરવામાં આવી રહી. ત્યાં સુધી કે ફિલ્મનું ટ્રેલર પણ યૂટ્યૂબ પર રિલીઝ કરવામાં નથી આવ્યું. હવે ફિલ્મ ઓવરસીઝ રિલીઝ થઈ ગઈ છે અને જબરજસ્ત કમાણી કરી રહી છે. ફિલ્મએ પાકિસ્તાનમાં તો તમામ રેકોર્ડ તોડી દીધા છે. પાકિસ્તાનમાં ફિલ્મે પહેલા જ દિવસે 3 કરોડની કમાણી કરી હતી.
દિલજીત દોસાંઝે શેર કર્યો રિસ્પોન્સ
હવે ફિલ્મમાં લીડ રોલ ભજવતાં એક્ટર- સિંગર દિલજીત દોસાંઝે ફિલ્મ અંગે પાકિસ્તાની દર્શકોની પ્રતિક્રિયા શેર કરી છે.

દિલજીતે ઇન્સ્ટાગ્રામ પર એક વિડિઓ રિ-પોસ્ટ કર્યો છે. જેમાં પાકિસ્તાના થિયેટરમાં બેઠેલી ઓડિયન્સની પ્રતિક્રિયા છે. તેણે જે વિડિઓ શેર કર્યો છે, તેમાં માત્ર હાનિયા આમિરનો સીન જ દેખાય છે. થિયેટર હાઉસફુલ જોવા મળી રહ્યું છે. આ વિડિઓના કેપ્શનમાં તેમણે લખ્યું છે કે, દેશમાં સૌથી વધારે 12 શો અલ્ટ્રા સ્ક્રીન પર બતાવવામાં આવી રહ્યા છે. સરદાર જી 3 ને ઓડિયન્સ તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. આવો તમે પણ ફિલ્મ જુવો.
ફિલ્મે બે દિવસમાં 11.03 કરોડની કમાણી કરી
સરદાર જી 3ને બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ તો, ફિલ્મે બે દિવસમાં જ ઓવરસીઝ 11.03 કરોડની કમાણી કરી લીધી છે. ફિલ્મે પહેલા દિવસે 4.32 કરોડની કમાણી કરી હતી. તો બીજા દિવસે ફિલ્મનું કલેક્શનમાં મોટો ઉછાળો જોવા મળ્યો અને ફિલ્મે 6.71 કરોડનું કલેક્શન કર્યું હતું.








