Entertainment

અનેક હિટ ફિલ્મો આપી ચૂકેલા વિક્રાંત મેસીનું દર્દ છલકાયું, કહ્યું - 'આજે પણ ઈન્ડસ્ટ્રીના લોકો..'

By GS TEAM
30 Jun 20252 mins read
TukuTouch Logo
ફિલ્મ '12મી ફેલ'ની સફળતા પછી એક્ટર વિક્રાંત મેસી સફળતાની ઊંચાઈઓને સ્પર્શી રહ્યો છે. એક્ટરે પોતાના કરિયરમાં અનેક હિટ ફિલ્મો આપી છે. પરંતુ વિક્રાંતનું કહેવું છે કે, કેટલીક વસ્તુઓ ક્યારેય નથી બદલાતી. તાજેતરમાં જ એક ઈન્ટરવ્યુમાં વિક્રાંતે જણાવ્યું કે, આજે પણ ઈન્ડસ્ટ્રીના ઘણા લોકો મારી સાથે યોગ્ય વર્તન નથી કરતા. તેઓ મને પસંદ નથી કરતા. ઘણા લોકો છે જે સમય સાથે મને ઉતરતો માને છે. તેઓ મને સમયાંતરે આવો અનુભવ કરાવે છે. એવા ઘણા લોકો છે. પરંતુ મને લાગે છે કે જીવનમાં આવા લોકોની જરૂર છે. વિક્રાંતનું ફેમિલી બેકગ્રાઉન્ડ ફિલ્મોનું નથી અને તેથી કેટલાક લોકો તેને હજુ આઉટસાઈડર્સ માની રહ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અનેક હિટ ફિલ્મો આપી ચૂકેલા વિક્રાંત મેસીનું દર્દ છલકાયું, કહ્યું - 'આજે પણ ઈન્ડસ્ટ્રીના લોકો..'

Image Source: Twitter

Vikrant Massey On Bollywood Industry: ફિલ્મ '12મી ફેલ'ની સફળતા પછી એક્ટર વિક્રાંત મેસી સફળતાની ઊંચાઈઓને સ્પર્શી રહ્યો છે. એક્ટરે પોતાના કરિયરમાં અનેક હિટ ફિલ્મો આપી છે. પરંતુ વિક્રાંતનું કહેવું છે કે, કેટલીક વસ્તુઓ ક્યારેય નથી બદલાતી. તાજેતરમાં જ એક ઈન્ટરવ્યુમાં વિક્રાંતે જણાવ્યું કે, આજે પણ ઈન્ડસ્ટ્રીના ઘણા લોકો મારી સાથે યોગ્ય વર્તન નથી કરતા. તેઓ મને પસંદ નથી કરતા. ઘણા લોકો છે જે સમય સાથે મને ઉતરતો માને છે. તેઓ મને સમયાંતરે આવો અનુભવ કરાવે છે. એવા ઘણા લોકો છે. પરંતુ મને લાગે છે કે જીવનમાં આવા લોકોની જરૂર છે. વિક્રાંતનું ફેમિલી બેકગ્રાઉન્ડ ફિલ્મોનું નથી અને તેથી કેટલાક લોકો તેને હજુ આઉટસાઈડર્સ માની રહ્યા છે. 

આ પણ વાંચો: VIDEO : તેલંગાણાની કેમિકલ ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ, 10 શ્રમિકના મોતની આશંકા, અનેક ઘાયલ

ઘણા લોકો મને એક એક્ટર તરીકે પસંદ નથી કરતા

વિક્રાંત મેસીએ કહ્યું કે, સ્ટાર કિડ નહીં પરંતુ બાકીના લોકો મને આવો અનુભવ કરાવે છે. પરંતુ મને ફરક નથી પડતો. આવા લોકો આ પ્રકારનું વર્તન કરીને તમારી અંદરની આગને કાયમ રાખે છે. મને એવું લાગે છે આપણને બધાને આવા લોકોની જરૂર છે. જે લોકો તમને ચેલેન્જ કરે છે. તમને ઉતારી પાડે છે. તમારી સાથે યોગ્ય વર્તન નથી કરતા, એવા લોકો આજે પણ છે. અને હું મારી હાજરી માટે આભારી છું. ઘણા લોકો એવા છે જે મને એક એક્ટર તરીકે પસંદ નથી કરતા. હું આ જાણું પણ છું. હું તેમના નામ નહીં લઉં, પણ હું એટલું ચોક્કસ કહીશ કે મારા માટે અણગમો ધરાવનારા લોકોથી જ મને ભવિષ્યમાં વધુ સારું કરવાની હિંમત મળે છે.