Entertainment

પાકિસ્તાનમાં સરદારજી 3ને મળેલા પ્રેમથી દિલજીત દોસાંઝ ખુશ, વીડિયો શેર કરી જુઓ શું કહ્યું

By GS TEAM
30 Jun 20252 mins read
TukuTouch Logo
દિલજીત દોસાંઝની ફિલ્મ સરદાર જી 3ને લઈને ભારતમા વિવાદ ચાલી રહ્યો છે. ફિલ્મમાં પાકિસ્તાની એક્ટ્રેસ હાનિયા આમિરની કાસ્ટિંગના કારણે ફિલ્મને ભારતમાં રિલીઝ નથી કરવામાં આવી રહી. ત્યાં સુધી કે ફિલ્મનું ટ્રેલર પણ યૂટ્યૂબ પર રિલીઝ કરવામાં નથી આવ્યું. હવે ફિલ્મ ઓવરસીઝ રિલીઝ થઈ ગઈ છે અને જબરજસ્ત કમાણી કરી રહી છે. ફિલ્મએ પાકિસ્તાનમાં તો તમામ રેકોર્ડ તોડી દીધા છે. પાકિસ્તાનમાં ફિલ્મે પહેલા જ દિવસે 3 કરોડની કમાણી કરી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

પાકિસ્તાનમાં સરદારજી 3ને મળેલા પ્રેમથી દિલજીત દોસાંઝ ખુશ, વીડિયો શેર કરી જુઓ શું કહ્યું

Sardaar Ji 3 in Pakistan: દિલજીત દોસાંઝની ફિલ્મ સરદાર જી 3ને લઈને ભારતમા વિવાદ ચાલી રહ્યો છે. ફિલ્મમાં પાકિસ્તાની એક્ટ્રેસ હાનિયા આમિરની કાસ્ટિંગના કારણે ફિલ્મને ભારતમાં રિલીઝ નથી કરવામાં આવી રહી. ત્યાં સુધી કે ફિલ્મનું ટ્રેલર પણ યૂટ્યૂબ પર રિલીઝ કરવામાં નથી આવ્યું. હવે ફિલ્મ ઓવરસીઝ રિલીઝ થઈ ગઈ છે અને જબરજસ્ત કમાણી કરી રહી છે. ફિલ્મએ પાકિસ્તાનમાં તો તમામ રેકોર્ડ તોડી દીધા છે. પાકિસ્તાનમાં ફિલ્મે પહેલા જ દિવસે 3 કરોડની કમાણી કરી હતી.

આ પણ વાંચો: અનેક હિટ ફિલ્મો આપી ચૂકેલા વિક્રાંત મેસીનું દર્દ છલકાયું, કહ્યું - 'આજે પણ ઈન્ડસ્ટ્રીના લોકો..'

દિલજીત દોસાંઝે શેર કર્યો રિસ્પોન્સ 

હવે ફિલ્મમાં લીડ રોલ ભજવતાં એક્ટર- સિંગર દિલજીત દોસાંઝે ફિલ્મ અંગે પાકિસ્તાની દર્શકોની પ્રતિક્રિયા શેર કરી છે.


દિલજીતે ઇન્સ્ટાગ્રામ પર એક વિડિઓ રિ-પોસ્ટ કર્યો છે. જેમાં  પાકિસ્તાના થિયેટરમાં બેઠેલી ઓડિયન્સની પ્રતિક્રિયા છે. તેણે જે વિડિઓ શેર કર્યો છે, તેમાં માત્ર હાનિયા આમિરનો સીન જ દેખાય છે. થિયેટર હાઉસફુલ જોવા મળી રહ્યું છે. આ વિડિઓના કેપ્શનમાં તેમણે લખ્યું છે કે, દેશમાં સૌથી વધારે 12 શો અલ્ટ્રા સ્ક્રીન પર બતાવવામાં આવી રહ્યા છે. સરદાર જી 3 ને ઓડિયન્સ તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. આવો તમે પણ ફિલ્મ જુવો.

આ પણ વાંચો: 'હેરા ફેરી 3'માં પરેશ રાવલનું કમબેક કન્ફર્મ, ખુદ કર્યો ખુલાસો, અક્ષય કુમાર સાથેના વિવાદનો આવ્યો અંત

ફિલ્મે બે દિવસમાં 11.03 કરોડની કમાણી કરી

સરદાર જી 3ને બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ તો, ફિલ્મે બે દિવસમાં જ ઓવરસીઝ 11.03 કરોડની કમાણી કરી લીધી છે. ફિલ્મે પહેલા દિવસે 4.32 કરોડની કમાણી કરી હતી. તો બીજા દિવસે ફિલ્મનું કલેક્શનમાં મોટો ઉછાળો જોવા મળ્યો અને ફિલ્મે 6.71 કરોડનું કલેક્શન કર્યું હતું.