Entertainment

ગોવિંદાના લગ્ન થઇ જવા છતાં નીલમ એને પ્રેમ કરતી હતી? અભિનેત્રીએ તોડ્યું મૌન

By GS Team
14 Sep 20262 mins read
TukuTouch Logo
80-90ના દાયકાના સુપરસ્ટાર ગોવિંદા અને નીલમ કોઠારીના અફેરની ચર્ચાઓ આજે પણ જીવંત છે. તાજેતરમાં, નીલમે પતિ સમીર સોની સાથે આ મામલે ખુલીને વાત કરી. નીલમે જણાવ્યું કે તે સમયે તે નાની હતી અને ગોવિંદા પરિણીત છે તેની તેને જાણ નહોતી. સમીરે કહ્યું કે 20 વર્ષ જૂની વાતને લઈને તે શા માટે પરેશાન થાય? નીલમે સ્પષ્ટતા કરી કે તે સમયે તેનું ધ્યાન માત્ર ફિલ્મો અને હિન્દી શીખવા પર હતું.

Summarized by AI; it may make mistakes. Check important info

ગોવિંદાના લગ્ન થઇ જવા છતાં નીલમ એને પ્રેમ કરતી હતી? અભિનેત્રીએ તોડ્યું મૌન

Neelam Kothari And Govinda: ગોવિંદાનું સ્ટારડમ ભલે આજે ઓછું થઈ ગયું હોય, પરંતુ તેમને લઈને ચર્ચાઓનું બજાર આજે પણ ગરમ રહે છે. 80-90ના દાયકામાં ગોવિંદાએ ઘણી સુપરહિટ ફિલ્મો આપી હતી. જેમાં અલગ-અલગ હિરોઈનો સાથે તેમની જોડીને ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. તેમની સાથે એક્ટરના અફેરની પણ ચર્ચા ખૂબ રહી. પરંતુ પરિણિત ગોવિંદાએ ત્યારે હંમેશા પોતાના પરિવારને જ મહત્ત્વ આપ્યું.

ગોવિંદાનું અફેર આમ તો ઘણી હિરોઈનો સાથે હોવાનું કહેવાય છે, પરંતુ સૌથી વધુ ચર્ચામાં નીલમ રહી. તેની સાથે એક્ટરે ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. બંનેની જોડી લોકોને ખૂબ પસંદ પણ હતી. એવામાં તેમના ઓફ-સ્ક્રીન પ્રેમની વાતો પણ ચર્ચામાં રહી. જોકે, તેમની વચ્ચે અસલમાં શું સબંધ હતો, તે સચ્ચાઈ ક્યારેય સામે ન આવી. પરંતુ હવે નીલમે પોતાના પતિ સમીર સોની સાથે મળીને ગોવિંદા સાથેના પોતાના પ્રેમ પર ખુલ્લીને વાત કરી છે.

શું ગોવિંદાના પ્રેમમાં હતી નીલમ?

એક ઈન્ટરવ્યુમાં જ્યારે નીલમને કહેવામાં આવ્યું કે ગોવિંદા તમને ઓફ-સ્ક્રીન પ્રેમ કરતા હતા, તો તેણે એ દૌરને યાદ કર્યો. નીલમે જણાવ્યું કે, 'તે સમયે હું ખૂબ જ નાની હતી અને મને એ પણ નહોતી ખબર કે ગોવિંદા પરિણિત છે.' એક્ટ્રેસને ગોવિંદાના લગ્ન વિશે ખૂબ જ મોડેથી ખબર પડી હતી.

નીલમ બાદ તેના પતિ સમીરે પણ આ અફવાઓ પર પોતાની વાત રજૂ કરી. તેણે કહ્યું, '20 વર્ષ પહેલાં આવું કંઈ થયું પણ હતું કે નહીં, મને ખબર નહોતી. તો હું તેને લઈને કેમ બેસી રહું? તે (ગોવિંદા) આજે પણ કહે છે કે તે તને ખૂબ પ્રેમ કરતો હતો.' નીલમે કહ્યું કે, એ સમયે મારા માટે રિલેશનશિપ જેવી કોઈ વસ્તુ વિશે વિચારવાનો સવાલ જ નહોતો. હું યંગ હતી અને મારા માતા-પિતા પણ ખૂબ સખ્ત હતા. એ સમયે મારું પૂરૂં ધ્યાન હિન્દી શીખવા અને ફિલ્મોમાં કામ કરવા પર હતું.

એક્ટ્રેસે આગળ કહ્યું કે, 'શૂટિંગ પર પણ મારા પરિવારનો કોઈ ને કોઈ સભ્ય હંમેશા મારી સાથે આવતો હતો. જોકે, એવું એટલા માટે નહોતું કારણ કે મારા પરિવારને ફિલ્મ ઈન્ડસ્ટ્રી ખરાબ લાગતી હતી, પરંતુ એટલા માટે કારણ કે મારી ઉંમર ખૂબ જ નાની હતી. ફિલ્મના સેટ પર પણ બધા લોકો મારું ખૂબ ધ્યાન રાખતા હતા અને મારા કો-સ્ટાર્સ મને એક બાળકની જેમ માનતા હતા.'

ગોવિંદા કોમલ રાણી સ્વર્ણકાર સાથે અફેરને લઈને ચર્ચામાં

ગોવિંદાની વાત કરીએ તો, હાલમાં તે પોતાનાથી નાની કો-સ્ટાર કોમલ રાણી સ્વર્ણકારને ડેટ કરવાને લઈને ચર્ચામાં છે. તેમની પત્ની સુનીતા આહૂજાનો આરોપ છે કે તેમના પતિ કોમલ સાથે બીજા લગ્ન કરવાના હતા. પરંતુ ગોવિંદાએ આ વાતોને હંમેશા ખોટી ગણાવી છે.