Entertainment

અનીત પડ્ડા અને અહાન પાંડેએ જુલાઇમાં કુમ્બ્રિયામાં વેકેશન માણ્યું?

By GS Team
28 Aug 20262 mins read
TukuTouch Logo
મુંબઈ: અહાન પાંડે અને અનિત પડ્ડા વચ્ચે ડેટિંગની અટકળો તેજ બની છે. અનિતે ઇન્સ્ટાગ્રામ પર વેકેશનના ફોટા શેર કરતા ચાહકોએ શોધી કાઢ્યું કે જુલાઈમાં અહાનની મોમ દીન પાંડેએ શેર કરેલા ફોટા અને અનિતના ફોટાનું સ્થળ એક જ હતું. રેસ્ટોરન્ટ અને ફૂલોના બુકેવાળા ફોટાએ બંનેના સંબંધોની પુષ્ટિ કરી છે, જોકે અહાને અગાઉ અનિતને માત્ર "બેસ્ટ ફ્રેન્ડ" ગણાવી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

અનીત પડ્ડા અને અહાન પાંડેએ જુલાઇમાં કુમ્બ્રિયામાં વેકેશન માણ્યું?
  • અહાનની મોમની તસવીરોનુંરહસ્ય ફેને ખોલ્યું
  • સૈયારાની જોડી અહાન પાંડે અને અનીત પડ્ડા ડેટિંગ કરી રહ્યા હોવાની અટકળો તેજ

મુંબઈ : મંગળવારે અનીત પડ્ડાએ ઇન્સ્ટા પર તેના વેકેશનના ફોટા મુકતાં તેમના ચાહકોએ શોધી કાઢ્યું છે કે અનીત પડ્ડા અને અહાન પાંડેએ જુલાઇમાં સાથે વેકેશન માણ્યું હતું. જુલાઇમાં અહાનની મોમ ડીન પાંડેએ જે તસવીરો મુકી હતી તે અને અનીત પડ્ડાએ મુકેલી તસવીરો ફેન્સને એકસમાન જણાઇ હતી.
અનીતે મુકેલા ફોટાઓમાં તે ફૂલોના બુકે સાથે પોઝ આપી રહી છે. તે એક રેસ્ટોરાંમાં ભોજન લઇ રહી છે તેની પણ તસવીર છે. તેણે એક પોઝ આપ્યો છે જેના બેકગ્રાઉન્ડમાં ઘણી ગાયો દેખાય છે. ફેન્સે જણાવ્યું હતું કે બંનેની તસવીરોનું સ્થળ એક જ છે. અનીત જે ફૂલોનો બુકે પકડીને ઉભી છે તે ડીનની તસવીરોમાં પણ દેખાય છે.
અનીત જે રેસ્ટોરાંમાં બેઠેલી દેખાય છે તે ત્યાં જ ડીન અને અહાનની તસવીરો લેવાઇ હતી. કેટલાક ફેનના જણાવ્યા મુજબ અનીતના ફોટા જ અહાને ક્લિક કર્યા હશે. જે હોય તે પણ આ સ્ટોરીને પગલે અહાન અને અનીત વચ્ચે રિલેશનશિપ હોવાનું પાકું થઇ ગયું છે.
અગાઉ અહાને તેમની વચ્ચે ડેટિંગ ચાલતું હોવાની અફવાઓને નકારી કાઢતાં જણાવ્યું હતું કે અનીત મારી બેસ્ટ ફ્રેન્ડ છે. આખું ઇન્ટરનેટ એમ માને છે કે અમે સાથે છીએ પણ અમે નથી. કેમિસ્ટ્રી હમેંશા રોમાન્ટિક હોતી નથી- તે કમ્ફર્ટ, સેફટી અને સાથે દેખાવા સાથે સંકળાયેલી પણ હોઇ શકે છે.