ધુરંધરનો ઉઝેર બલોચ ડેનિશ હવે આમિરખાન સાથે લલકારમાં
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- આશુતોષ ગોવારીકરની ફિલ્મ સાઈન કરી
- વિક્રાંત મેસ્સી આ ફિલ્મનો ભાગ નહિ હોય, અન્ય સહ કલાકારોમાં સિદ્ધાંત ગુપ્તાનો સમાવેશ
મુંબઈ : રણવીરની ફિલ્મ 'ધુરંધર'માં ઉઝેર બલોચની ભૂમિકાથી જાણીતો બનેલો ડેનિશ પાંડોર હવે આશુતોષ ગોવારિકર દ્વાર બનાવાઈ રહેલી ફિલ્મ 'લલકાર'માં સામેલ થયો છે. આ ફિલ્મમાં તે આમિર ખાનના એક મિત્રની ભૂમિકા ભજવશે. આ ફિલ્મ ક્રિકેટર લાલા અમરનાથની બાયોપિક હોવાનું કહેવાય છે.
'જ્યુબિલી'થી જાણીતો સિદ્ધાંત ગુપ્તા પણ આ ફિલ્મમાં કામ કરી રહ્યો છે. બીજી તરફ વિક્રાંત મેસ્સી પણ આ પ્રોજેક્ટમાં સામેલ થયો હોવાની કેટલાક સમય પહેલાં વ્યક્ત થયેલી અટકળોને સર્જકોએ ફગાવી દીધી છે.
ડેનિશ પાંડોર અગાઉ 'સેક્રેડ ગેમ્સ' તથા 'છાવા'માં પણ દેખાયો હતો. જોકે, તેને ખરી ઓળખ 'ધુરંધર'ના ઉઝેર બ્લોચના રોલથી મળી હતી. 'ધુરંધર' પછી 'લલકાર' તેની બીજી મોટી ફિલ્મ બનશે. આમિર ખાન, ડેનિશ સહિતના કલાકારોએ ફિલ્મ માટે ક્રિકેટની પ્રેક્ટિસ પણ ચાલુ કરી દીધી હોવાનું કહેવાય છે. આ ફિલ્મ દ્વારા આમિર ખાન અને આશુતોષ ગોવારિકર પણ 'લગાન'ના આશરે બે દાયકા બાદ ફરી કોલબરેટ કરી રહ્યા છે.




