Entertainment

ધનુષ આગામી થોડાં વર્ષો સુધી દિગ્દર્શન નહિ કરે

By GS Team
27 Apr 20261 min read
ધનુષ આગામી થોડાં વર્ષો સુધી દિગ્દર્શન નહિ કરે

- છેલ્લે ઈડલી કડાઈનું દિગ્દર્શન કર્યું હતું 

- એક્ટર તરીકે એક પછી એક ચારથી પાંચ ફિલ્મો લાઈન અપ હોવાથી સમય નથી   

મુંબઈ : ધનુષ આગામી કેટલાંક વર્ષો સુધી કોઈ ફિલ્મનું દિગ્દર્શન નહીં કરે.  તેનાં દિગ્દર્શન હેઠળની છેલ્લી ફિલ્મ 'ઈડલી કડાઈ' હતી. હવે થોડાં વર્ષો સુધી  પોતે દિગ્દર્શક તરીકે કોઈ ફિલ્મ હાથ પર લઈ શકે તેમ નથી તેવું ખુદ ધનુષે જણાવ્યું છે. 

ધનુષે કહ્યું હતું કે હાલ તેની એકટર તરીકે એક પછી એક ચારથી પાંચ ફિલ્મો લાઈન અપ છે. આ સંજોગોમાં પોતે દિગ્દર્શન માટે સમય ફાળવી શકે તેમ નથી.  આથી થોડાં વર્ષો સુધી હું  દિગ્દર્શક તરીકે  કોઈ ફિલ્મ  શરુ કરવાનો નથી. 

સાઉથનો ટોચનો એક્ટર ગણાતો ધનુષ ખુદ સારો ગાયક પણ છે. તેણે હિન્દીમાં પણ અનેક લોકપ્રિય ફિલ્મો આપી છે. દિગ્દર્શક તરીકે તે બહુ સંવેદનશીલ ફિલ્મો આપવા માટે જાણીતો છે. તેનાં  દિગ્દર્શન હેઠળની ' પા પાંડી' તથા 'રાયન' ફિલ્મો પણ અગાઉ વખણાઈ હતી.