Entertainment
અજય, શાહરૂખને એફડીએની નોટીસ સામેની અરજી દિલ્હી હાઇકોર્ટે ફગાવી
By GS Team
16 Sep 20261 min read
મુંબઈ: વિમલ ઇલાયચીની જાહેરાત મામલે મહારાષ્ટ્ર FDAએ શાહરૂખ ખાન, અજય દેવગણ અને ટાઇગર શ્રોફને આપેલી નોટિસને પડકારતી PB એગ્રોની અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે જણાવ્યું કે, આ કેસ મહારાષ્ટ્રની અદાલતમાં કરવો યોગ્ય રહેશે, કારણ કે ત્રણેય કલાકારો મુંબઈના રહેવાસી છે અને કથિત કાયદાભંગ મહારાષ્ટ્રમાં થયો છે.
Summarized by AI; it may make mistakes. Check important info

- ન્યાયક્ષેત્રના મુદ્દે કંપનીની અરજી નકારી
- મહારાષ્ટ્ર એફડીએ આપેલી શો કોઝ નોટીસને મહારાષ્ટ્રની અદાલતમાં પડકારવા જણાવવામાં આવ્યું
મુંબઈ : મહારાષ્ટ્રના અન્ન અને ઔષધ વિભાગે વિમલ ઇલાયચીની જાહેરાત સાથે સંકળાયેલાં એક્ટર્સને આપેલી શો કોઝ નોટીસને પડકારતી કંપની પીબી એગ્રોએ દિલ્હી હાઇકોર્ટમાં કરેલી અરજીને ન્યાયક્ષેત્રના મુદ્દે સોમવારે નકારી કાઢી મહારાષ્ટ્રની અદાલતમાં તે અરજી કરવાનું યોગ્ય રહેશે તેમ જણાવ્યું હતું.
મહારાષ્ટ્ર એફડીએ દ્વારા ઉત્પાદન બાબતે ગેરમાર્ગે દોરતી જાહેરાત કરવા બદલ એક્ટર્સ શાહરૂખ ખાન, અજય દેવગણ અને ટાઇગર શ્રોફને કારણદર્શક નોટીસ આપી જણાવવામાં આવ્યું હતું કે તેઓ જે ઉત્પાદનને માન્યતા આપે છે તે મહારાષ્ટ્રમાં પ્રતિબંધિત ઉત્પાદનથી અલગ છે તેમ જણાવતાં દસ્તાવેજો પુરાં પાડે અને જાહેરાતને ડિજિટલ પ્લેટફોર્મ્સ પરથી હટાવી લેવામાં આવે. એફડીએના મતે મહારાષ્ટ્રમાં પ્રતિબંધિત પાન મસાલાની સરોગેટ એડ તરીકે ઇલાયચીની જાહેરાત પ્રખ્યાત એક્ટર્સ દ્વારા કરવામાં આવે છે.
દિલ્હી હાઇકોર્ટે જણાવ્યું હતું કે જેમને શો કોઝ નોટિસ આપવામાં આવી છે તે ત્રણે ફિલ્મસ્ટાર્સ મુંબઇના રહીશો છે અને તેમની કહેવાતી પ્રવૃત્તિને કારણે મહારાષ્ટ્રમાં કાનુનભંગ થયો હોવાની રજૂઆત કરાઇ છે. કંપનીની રજિસ્ટર્ડ ઓફિસ દિલ્હીમાં છે કે નાણાં દિલ્હીમાં ચૂકવાયા હોવાની મર્યાદિત રજૂઆત કરવાથી અદાલત ન્યાયક્ષેત્ર બદલવાની મંજૂરી ન આપી શકે.