Entertainment

હની સિંહ 50,000 લોકોની વચ્ચે ગાયું હતું અશ્લીલ ગીત? હાઈકોર્ટે કહ્યું- પુરાવા સાથે સોગંદનામું આપો

By GS Team
7 May 20262 mins read
TukuTouch Logo
મશહૂર રેપર અને સિંગર યો યો હની સિંહ પોતાના એક જૂના અને કથિત અશ્લીલ ગીતને લઈને ફરી એકવાર ગંભીર કાનૂની મુશ્કેલીમાં મુકાયો છે. આ વિવાદાસ્પદ ગીત સાથે જોડાયેલા મામલામાં આજે દિલ્હી હાઈકોર્ટે સખત વલણ અપનાવતા હની સિંહને લેખિત એફિડેવિટ (હલફનામું) દાખલ કરવાનો આદેશ આપ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

હની સિંહ 50,000 લોકોની વચ્ચે ગાયું હતું અશ્લીલ ગીત? હાઈકોર્ટે કહ્યું- પુરાવા સાથે સોગંદનામું આપો

Honey Singh Controversial Song Delhi High Court: મશહૂર રેપર અને સિંગર યો યો હની સિંહ પોતાના એક જૂના અને કથિત અશ્લીલ ગીતને લઈને ફરી એકવાર ગંભીર કાનૂની મુશ્કેલીમાં મુકાયો છે. આ વિવાદાસ્પદ ગીત સાથે જોડાયેલા મામલામાં આજે દિલ્હી હાઈકોર્ટે સખત વલણ અપનાવતા હની સિંહને લેખિત એફિડેવિટ (હલફનામું) દાખલ કરવાનો આદેશ આપ્યો છે.

શું છે સમગ્ર વિવાદ?

હિન્દુ શક્તિ દળ નામની સંસ્થા દ્વારા દિલ્હી હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજીમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે, હની સિંહે ઈન્દિરા ગાંધી સ્ટેડિયમમાં 50,000 લોકોની મેદની સામે અત્યંત વાંધાજનક ગીત ગાયું હતું. અરજીમાં માંગ કરવામાં આવી છે કે, આ ગીતના લિંક્સ તમામ સોશિયલ મીડિયા અને મ્યુઝિક સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પરથી તરત જ હટાવી દેવામાં આવે.

આ પણ વાંચો : નર્મદા: દેડિયાપાડા સહિતના વિસ્તારોમાં કરા સાથે માવઠું, ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ

કોર્ટમાં હની સિંહની દલીલ

હની સિંહે કોર્ટમાં સ્ટેડિયમમાં આવું ગીત ગાયું હોવાના આક્ષેપનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે. તેમના વકીલે દલીલ કરી હતી કે, જો 50,000 લોકોની હાજરીમાં આવી ઘટના બની હોત, તો ચોક્કસપણે તેનું કોઈ ઓડિયો કે વિડિયો રેકોર્ડિંગ અત્યારે ઉપલબ્ધ હોત. આ દલીલ સાંભળ્યા બાદ, હાઈકોર્ટે હની સિંહને આદેશ આપ્યો છે કે તેઓ જે દાવા કરી રહ્યા છે, તેને સોગંદનામા પર લેખિતમાં રજૂ કરે.

અગાઉની કડક ટિપ્પણી

નોંધનીય છે કે, દિલ્હી હાઈકોર્ટે અગાઉ આ ગીતના શબ્દોને લઈને કડક ટિપ્પણી કરી હતી. કોર્ટે કહ્યું હતું કે, આ ગીત મહિલાઓ પ્રત્યે અત્યંત અભદ્ર અને અપમાનજનક છે. કોઈ પણ સભ્ય સમાજ ડિજિટલ પ્લેટફોર્મ પર આવા અશ્લીલ ગીતને ચાલવાની મંજૂરી આપી શકે નહીં. આ મામલે આગામી સુનાવણી 19 મે ના રોજ હાથ ધરવામાં આવશે. કોર્ટે કેન્દ્ર સરકાર પાસેથી પણ આ ગીતના લિંક્સ હટાવવા અંગેના આદેશના પાલનનો રિપોર્ટ માંગ્યો છે.