Get The App

દુવા હજુ દોઢ વર્ષની થઈ ત્યાં દીપિકા ફરી માતા બનશે

Updated: Apr 19th, 2026

GS TEAM

Google News
Google News
દુવા હજુ દોઢ વર્ષની થઈ ત્યાં દીપિકા ફરી માતા બનશે 1 - image

- રણવીર સાથે વિખવાદની વાતો વચ્ચે સાનંદાશ્ચર્ય    

- 40 વર્ષની વયે દીપિકાએ બીજી પ્રેગનન્સી જાહેર કરી : રાકા, કિંગનું શૂટિંગ ચાલુ રાખશે  

મુંબઈ: દીપિકા પાદુકોણ 40 વર્ષની વયે બીજીવાર માતા બનવાની છે. દીપિકા તથા રણવીરે આજે તેઓ બીજીવાર માતાપિતા બની રહ્યાંની સત્તાવાર જાહેરાત કરકી હતી.દીપિકાએ દુઆના  ફોટા સાથે પોઝિટિવ રિઝલ્ટ દર્શાવતી પ્રેગનન્સી ટેસ્ટ કિટનો ફોટો મૂકીને આ જાહેરાત કરી હતી. ઉલ્લેખનીય છે કે દુઆ હજુ દોઢ વર્ષની જ થઈ છે. 

બોલિવુડ વર્તુળોમાં છેલ્લા કેટલાય સમયથી દીપિકા અને રણવીરનાં લગ્નજીવનમાં વિખવાદ ચાલી રહ્યો હોવાનું ચર્ચાતું હતું. રણવીરની તાજેતરની ફિલ્મ 'ધુરંધર' સુપરહિટ બની છતાં દીપિકાએ તે વિશે એક શબ્દ પણ નહિ ઉચ્ચારતાં આ અફવાઓને વધુ બળ મળ્યું હતું. તે વચ્ચે દીપિકા અને રણવીરે તેઓ બીજીવાર માતા-પિતા બની રહ્યાં હોવાની જાહેરાતથી તેમના ચાહકોએ સાનંદાશ્ચર્ય અનુભવ્યું  હતું. તેમનાં લગ્નજીવનમાં હાલ બધું સમુસુતરું છે અને તેઓ બીજાં  બાળકનાં પેરેન્ટસ બની રહ્યાં છે તે જાણી તેમના લાખો ચાહકો આનંદવિભોર બન્યા હતા. 

દરમિયાન બોલિવુડ વર્તુળોના જણાવ્યા અનુસાર દીપિકા હાલ તુરંત બ્રેક લેવાની નથી. તે શાહરુખ સાથેની 'કિંગ' તથા અલ્લુ અર્જુન સાથેની 'રાકા'માં પોતાનાં નિર્ધારિત  શિડયૂૂલ પ્રમાણે શૂટિંગ ચાલુ રાખવાની છે.