Entertainment

'ધુરંધર 2'ની સફળતા વચ્ચે સોશિયલ મીડિયામાં કેમ ટ્રોલ થઈ દીપિકા પાદુકોણ?, ફેન્સે કર્યા યામીના વખાણ

By GS Team
23 Mar 20263 mins read
TukuTouch Logo
'ધુરંધર 2' રિલીઝ થયાને માત્ર ચાર દિવસ થયા છે. નોર્થથી લઈને સાઉથ સુધી આ ફિલ્મની ખૂબ પ્રશંસા થઈ રહી છે. બોલિવૂડ ઉપરાંત સાઉથ સિનેમા અને ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીથી લોકો ફિલ્મ માટે પોસ્ટ કરી રહ્યા છે. આ વચ્ચે લોકોની નજર એક્ટ્રેસ દીપિકા પાદુકોણ પર ગઈ છે. જે ફિલ્મની રિલીઝ બાદથી મૌન છે. જ્યાં એક તરફ રણવીરની ચારે બાજુથી પ્રશંસા થઈ રહી છે, ત્યાં બીજી તરફ પત્નીએ પોતાના પતિની સફળતા પર મૌન સાધ્યું છે. આવી સ્થિતિમાં એક્ટ્રેસને ખૂબ ટ્રોલ કરવામાં આવી રહી છે અને તેના પર ઘણાં મીમ્સ પણ બનાવવામાં આવી રહ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'ધુરંધર 2'ની સફળતા વચ્ચે સોશિયલ મીડિયામાં કેમ ટ્રોલ થઈ દીપિકા પાદુકોણ?, ફેન્સે કર્યા યામીના વખાણ

Deepika Padukone Troll: 'ધુરંધર 2' રિલીઝ થયાને માત્ર ચાર દિવસ થયા છે. નોર્થથી લઈને સાઉથ સુધી આ ફિલ્મની ખૂબ પ્રશંસા થઈ રહી છે. બોલિવૂડ ઉપરાંત સાઉથ સિનેમા અને ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીથી લોકો ફિલ્મ માટે પોસ્ટ કરી રહ્યા છે. આ વચ્ચે લોકોની નજર એક્ટ્રેસ દીપિકા પાદુકોણ પર ગઈ છે. જે ફિલ્મની રિલીઝ બાદથી મૌન છે. જ્યાં એક તરફ રણવીરની ચારે બાજુથી પ્રશંસા થઈ રહી છે, ત્યાં બીજી તરફ પત્નીએ પોતાના પતિની સફળતા પર મૌન સાધ્યું છે. આવી સ્થિતિમાં એક્ટ્રેસને ખૂબ ટ્રોલ કરવામાં આવી રહી છે અને તેના પર ઘણાં મીમ્સ પણ બનાવવામાં આવી રહ્યા છે.


દીપિકા કેમ થઈ રહી ટ્રોલ?

બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ સોશિયલ મીડિયા વધુ એક્ટિવ નથી રહેતી. ભલે તે કેટલાક મહત્વપૂર્ણ અવસર પર જ પોસ્ટ પણ શેર કરે છે, પરંતુ 'ધુરંધર 2'ની સફળતા અને પોતા પતિની સક્સેસ બાદ દીપિકાએ કોઈ પોસ્ટ શેર નથી કરી. અહીં સુધી કે તે ફિલ્મની સક્સેસ પાર્ટીમાં પણ એક્ટર સાથે જોવા નહોતી મળી. તેણે કોઈ સ્ટોરી પણ પોસ્ટ ન કરી અને ન તો ક્યાંય કોઈ કોમેન્ટ કરી છે. આવી સ્થિતિમાં સોશિયલ મીડિયા યૂઝર્સને આ વાત ખૂબ ખટકી રહી છે. આને લઈને દીપિકા ખૂબ ટ્રોલ થઈ રહી છે.


ટ્રોલ્સનું શું કહેવું છે?

પોતાના પતિ પ્રત્યે દીપિકાનું આ વલણ સોશિયલ મીડિયા પર લોકોને ખૂબ જ પરેશાન કરી રહ્યું છે. ઘણા યુઝર્સનું કહેવું છે કે દીપિકાને રણવીરની સફળતાથી જલન થઈ રહી છે. તો અન્યનું એમ પણ કહેવું છે કે, દીપિકા સેલ્ફ ઓબસેસ્ડ છે અને તેને તેના પતિની સફળતા સાથે કોઈ લેવાદેવા નથી. જોકે, ઘણા લોકો આને દીપિકાની પીઆર ઈમેજ સાથે પણ જોડી રહ્યા છે. લોકોનું કહેવું છે કે, દીપિકા લેફ્ટિસ્ટ સમર્થક છે અને જો તે આ વિશે કંઈ પણ પોસ્ટ કરશે તો તેનો ચાહક વર્ગ ઘટી શકે છે. આ ઉપરાંત લોકો આને ફિલ્મ ફેટરનિટી સાથે પણ જોડી રહ્યા છે. તેમનું કહેવું છે કે, દીપિકાની પોસ્ટથી તેના કરિયર અને ઈન્ડસ્ટ્રીમાં મિત્રતા પર પણ ફરક પડશે.


યામી ગૌતમ સાથે થઈ રહી તુલના

એટલું જ નહીં સોશિયલ મીડિયા પર તો આ અંગે મીમ્સનું ઘોડાપૂર આવી ગયું છે. ઘણા લોકો દીપિકા પાદુકોણની તુલના યામી ગૌતમ સાથે પણ કરી રહ્યા છે. લોકો કહી રહ્યા છે કે યામી ગૌતમ પોતાના પતિની પડખે ઉભી છે, તેની સક્સેસમાં ભાગ લઈ રહી છે અને ખુશી પણ વ્યક્ત કરી રહી છે. પરંતુ દીપિકા તરફથી કોઈ એફર્ટ નથી દેખાઈ રહ્યા.

રણવીર સિંહ હંમેશા સપોર્ટ કરે છે

રણવીર સિંહની વાત કરીએ તો તેમણે હંમેશા દીપિકા પાદુકોણને સપોર્ટ કર્યો છે, પછી ભલે તે તેના કામને લઈને હોય કે પર્સનલ લાઈફને લઈને હોય. એક્ટર જે રીતે એક્ટ્રેસની દરેક પોસ્ટ પર કોમેન્ટ કરે છે અથવા લાઈવમાં આવીને કોમેન્ટ કરે છે તે  તેમના ચાહકોને ખૂબ પસંદ આવે છે. પરંતુ દીપિકાનું આ વલણ તેમની જોડીને પસંદ કરનારાઓને બિલકુલ પસંદ નથી આવી રહ્યું.