40ની ઉંમરે બીજી વાર માતા બની દીપિકા પાદુકોણ, દીકરીને આપ્યો જન્મ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Deepika Padukone Ranveer Singh Second Child Baby Girl: બોલિવૂડના ફેવરિટ કપલ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે પોતાના ચાહકો સાથે એક ખૂબ જ આનંદના સમાચાર શેર કર્યા છે. આ દંપતી બીજી વખત માતા-પિતા બની ગયું છે. દીપિકા પાદુકોણે બીજી એક સુંદર દીકરીને જન્મ આપ્યો છે, જેને પગલે સોશિયલ મીડિયા પર ફેન્સ અને સેલેબ્રિટી તરફથી શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે.
19 સપ્ટેમ્બર 2026 બની ખાસ તારીખ
19 સપ્ટેમ્બર 2026, શનિવારના રોજ દીપિકા અને રણવીરે તેમના પરિવારમાં નાની દીકરીનું સ્વાગત કર્યું છે. કપલે ઇન્સ્ટાગ્રામ પર એક ક્યૂટ પોસ્ટ શેર કરીને પોતાના ચાહકોને આ ખુશખબર આપી હતી. આ સાથે જ તેમની મોટી દીકરી દુઆ (Dua) હવે મોટી બહેન બની ગઈ છે. ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં દીપિકા અને રણવીરે નવજાત બાળકીના ફુટપ્રિન્ટ્સ (પગલાં) નો ફોટો શેર કર્યો હતો અને સાથે નજર ઇમોજી પણ મૂક્યું હતું.

40 ની ઉંમરે બીજી વાર બની માતા
દીપિકા પાદુકોણે 40 વર્ષની ઉંમરે પોતાની બીજી દીકરીને જન્મ આપ્યો છે. આ સમાચાર સામે આવતાની સાથે જ બોલિવૂડ જગત અને ફેન્સમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. દીપિકા અને રણવીરના આ સોશિયલ મીડિયા અપડેટ પર લાખો લાઈક્સ અને કોમેન્ટ્સ આવી રહી છે.




