દીપિકા-રણવીરના ઘરે ફરી પારણું બંધાશે! પુત્રી દુઆની ક્યુટ તસવીર સાથે શેર કરી ગુડન્યૂઝ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Deepika Padukone pregnancy: બોલિવૂડના ફેવરિટ કપલ ‘દીપવીર’ એટલે કે દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના ઘરે ફરીથી પારણું બંધાવા જઈ રહ્યું છે. રવિવારે સવારે રણવીર અને દીપિકાએ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા તેમના બીજા બાળકના આગમનની જાહેરાત કરી છે. સપ્ટેમ્બર 2024માં પુત્રી દુઆને જન્મ આપ્યાના દોઢ વર્ષ બાદ કપલે બીજા ફેમિલી મેમ્બર માટેની ગુડ ન્યૂઝ શેર કરી છે.
દીપિકા અને રણવીર સિંહે શેર કરી ખાસ ઈન્સ્ટાગ્રામ પોસ્ટ
દીપિકાએ ઇન્સ્ટાગ્રામ પર જે તસવીર શેર કરી છે, તેમાં તેમની લાડકવાઈ પુત્રી દુઆનો હાથ દેખાઈ રહ્યો છે, જેણે પોઝિટિવ પ્રેગ્નન્સી ટેસ્ટ કિટ પકડી રાખી છે. દીપિકાએ આ પોસ્ટમાં કોઈ લાંબી કેપ્શન લખવાને બદલે માત્ર 'નજર ન લાગે' તેવા ઈમોજી મૂક્યા છે. આ પોસ્ટ મિનિટોમાં જ વાઈરલ થઈ ગઈ છે અને અનેક ફેન્સ કપલને વધામણી આપી રહ્યા છે.

માતૃત્વ વિશે દીપિકાએ વર્ણવ્યો હતો અનુભવ
તાજેતરમાં જ એક કાર્યક્રમમાં દીપિકાએ માતૃત્વ વિશે વાત કરતા કહ્યું હતું કે, બાળકના જન્મ પછી પ્રાથમિકતાઓ બદલાઈ જાય છે. અત્યાર સુધી મારું જીવન મારી કારકિર્દી અને મહત્વાકાંક્ષાઓ પર કેન્દ્રિત હતું, પરંતુ હવે હું એવા વ્યક્તિની કાળજી લઉં છું જે દરેક વસ્તુ માટે મારા પર નિર્ભર છે. આ એક અદ્ભૂત અનુભવ છે.

હાલમાં રણવીર તેની ફિલ્મ ‘ધુરંધર 2’ ફિલ્મની ભવ્ય સફળતાનો આનંદ માણી રહ્યો છે, જે રિલીઝના એક મહિના પછી પણ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. દીપિકા ટૂંક સમયમાં શાહરૂખ ખાન સાથે સિદ્ધાર્થ આનંદની ફિલ્મ ‘કિંગ’ માં જોવા મળશે.




