Entertainment

દલાઈ લામાને 90 વર્ષની વયે ‘ગ્રેમી ઍવૉર્ડ’; બેસ્ટ ઓડિયો બુક, નેરેશન અને સ્ટોરી ટેલિંગ શ્રેણીમાં વિજેતા

By GS Team
2 Feb 20262 mins read
TukuTouch Logo
તિબેટના આધ્યાત્મિક ગુરુ દલાઈ લામાએ 90 વર્ષની વયે એક નવી ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. સંગીત જગતના સૌથી પ્રતિષ્ઠિત ગણાતા 68મા 'ગ્રેમી એવોર્ડ્સ'માં દલાઈ લામાને તેમના સ્પૉકન વર્ડ આલ્બમ 'Meditations: The Reflections of His Holiness the Dalai Lama' માટે 'બેસ્ટ ઓડિયો બુક, નેરેશન અને સ્ટોરીટેલિંગ રેકોર્ડિંગ' શ્રેણીમાં વિજેતા જાહેર કરવામાં આવ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દલાઈ લામાને 90 વર્ષની વયે ‘ગ્રેમી ઍવૉર્ડ’;  બેસ્ટ ઓડિયો બુક, નેરેશન અને સ્ટોરી ટેલિંગ શ્રેણીમાં વિજેતા

Dalai Lama Wins Grammy at 90 for Best Audio Book and Spoken Word Album : તિબેટના આધ્યાત્મિક ગુરુ દલાઈ લામાએ 90 વર્ષની વયે એક નવી ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. સંગીત જગતના સૌથી પ્રતિષ્ઠિત ગણાતા 68મા 'ગ્રેમી એવોર્ડ્સ'માં દલાઈ લામાને તેમના સ્પૉકન વર્ડ આલ્બમ 'Meditations: The Reflections of His Holiness the Dalai Lama' માટે 'બેસ્ટ ઓડિયો બુક, નેરેશન અને સ્ટોરીટેલિંગ રેકોર્ડિંગ' શ્રેણીમાં વિજેતા જાહેર કરવામાં આવ્યા છે.

આ મારી વ્યક્તિગત સિદ્ધિ નથીઃ દલાઈ લામા

આ અંગે દલાઈ લામાએ જણાવ્યું હતું કે, ‘હું આ સન્માનને કૃતજ્ઞતા અને નમ્રતા સાથે સ્વીકારું છું. હું આને વ્યક્તિગત સિદ્ધિ તરીકે નથી જોતો, પરંતુ આ આપણી સહિયારી વૈશ્વિક જવાબદારીની સ્વીકૃતિ છે. મારું માનવું છે કે 8 અબજ માનવીઓના સામૂહિક કલ્યાણ માટે શાંતિ, કરુણા, પર્યાવરણની સંભાળ અને માનવતાની એકતાની ભાવના અનિવાર્ય છે. આ ઍવૉર્ડ દ્વારા તેમના શાંતિના સંદેશા વધુ લોકો સુધી પહોંચશે તેવી તેમને આશા છે.’


અનેક દિગ્ગજો આ સ્પર્ધામાં સામેલ હતા 

ગ્રેમી ઍવૉર્ડની આ શ્રેણીમાં દલાઈ લામાનો મુકાબલો અમેરિકાના સુપ્રીમ કોર્ટના જસ્ટિસ કેતંજી બ્રાઉન જેક્સન, પ્રખ્યાત કોમેડિયન ટ્રેવર નોહ અને અભિનેત્રી કેથી ગાર્વર જેવા દિગ્ગજો સાથે હતો. દલાઈ લામા વતી સંગીતકાર રુફસ વેઇનરાઇટએ આ સન્માનનો સ્વીકાર કર્યો હતો. 

આલ્બમમાં શાસ્ત્રીય સંગીત અને આધુનિકતાનો સંગમ 

આ આલ્બમની વિશેષતા દલાઈ લામાનું આ વિજેતા આલ્બમ હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત અને આધુનિક ધૂનોનું અદ્ભુત મિશ્રણ છે. જેમાં દલાઈ લામાના માનસિક શાંતિ, કરુણા અને પર્યાવરણ પ્રત્યેના વિચારોને રૅકોર્ડ કરાયા છે. આ પ્રોજેક્ટમાં ભારતની જાણીતી સરોદ વાદક જોડી અમાન અને અયાન અલી બંગાશ તેમજ સરોદ માસ્ટ્રો અમજદ અલી ખાનનું પણ મહત્ત્વનું યોગદાન રહ્યું છે.

નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા દલાઈ લામા છેલ્લા સાડા છ દાયકાથી ભારતમાં રહીને વિશ્વભરમાં માનવીય મૂલ્યો અને શાંતિનો પ્રચાર કરી રહ્યા છે, ત્યારે આ ગ્રેમી ઍવૉર્ડ તેમના જીવનના સંઘર્ષ અને સંદેશમાં એક નવું સાંસ્કૃતિક છોગું ઉમેરે છે.