Entertainment

રામાયણનાં ગીત બાદ આદિપુરૂષનું ગીત શેર કરતાં મનોજ મુન્તશિરની ટીકા

By GS Team
17 Sep 20261 min read
TukuTouch Logo
મુંબઈમાં રણબીર કપૂર અને સાઈ પલ્લવીની 'રામાયણ' ફિલ્મનું ગીત "જય જય રામ" રીલિઝ થતા ગીતકાર મનોજ મુન્તશિરે 'આદિપુરુષ'નું ગીત શેર કર્યું. આથી નેટીઝન્સ દ્વારા તેમની આકરી ઝાટકણી કાઢવામાં આવી. યુઝર્સે 'આદિપુરુષ'માં ઈશનિંદા અને ફ્લોપ ફિલ્મ બાદ પણ તેમની હિંમત પર સવાલ ઉઠાવ્યા. મનોજ મુન્તશિર અગાઉ 'આદિપુરુષ' માટે જાહેરમાં માફી માગી ચૂક્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રામાયણનાં ગીત બાદ આદિપુરૂષનું ગીત શેર કરતાં મનોજ મુન્તશિરની ટીકા
  • આટલી બધી ઈર્ષા કેમ તેવી ઝાટકણી
  • ખુદ મનોજ મુન્તશિર અગાઉ આદિપુરુષ માટે જાહેર માફી માગી ચૂક્યા છે

મુંબઈ : રણબીર કપૂર અને સાઈ પલ્લવીની ફિલ્મ 'રામાયણ'નું ગીત જય જય રામ રીલિઝ થયું તે સાથે પોતે લખેલું 'આદિપુરુષ'ની ગીત પણ શેર કરનારા ગીતકાર મનોજ મુન્તશિરની નેટ યૂઝર્સ દ્વારા આકરી ઝાટકણી કાઢવામાં આવી હતી.
એક નેટીઝન્સે આદિપુરૂષના ગીતકાર અને સંવાદલેખકને ફટકારતાં જણાવ્યું હતું કે તું કેવો બેશરમ માણસ છે તેની મને કદી ખબર ન પડી હોત. આદિ પુરૂષમાં ઇશનિંદા કર્યા પછી પણ તારી આ હિંમત? 'રામાયણ' મૂવીની સૌથી ખરાબ ફ્રેમ પણ આખી 'આદિપુરૂષ' ફિલ્મ કરતાં તો સો ગણી સારી હશે. નેટીઝન્સે પોસ્ટ કરવાના સમયને પણ ધ્યાનમાં લઇ ટીકા કરી હતી.
બીજા એક નેટીઝને જણાવ્યું હતું કે આનાથી આપણી ખુશી સહન થતી નથી.
આપણાં રામજીના ગીત સામે તેને શો વાંધો છે? એક ગીતથી આટલી બધી બળતરાં? બીજા એક જણે વળી એમ પણ કહ્યુ કે તારા કરતાં તો કુમાર વિશ્વાસ બહેતર છે.
જુન૨૦૨૩માં રિલિઝ થયેલી 'આદિપુરૂષ' પણ રામાયણ પર આધારીત હતી પણ પ્રભાસ, ક્રિતી સેનન અને સૈફ અલી ખાન જેવી મોટી કાસ્ટ હોવા છતાં ફિલ્મના સંવાદો અને પાત્રાલેખનનો વિવાદ ચગતાં ફિલ્મ ફલોપ થઇ હતી. ખુદ મનોજ મુન્તશિર શુક્લાએ પણ આદિપુરૂષને પોતાની સૌથી મોટી ભૂલ ગણાવી દેશની માફી માંગી લીધી હતી.