Entertainment

ફિરોઝ નડિયાદવાળાની હેરા ફેરીના કોપીરાઇટસ મુદ્દે પોલીસમાં ફરિયાદ

By GS Team
3 May 20261 min read
ફિરોઝ નડિયાદવાળાની હેરા ફેરીના કોપીરાઇટસ મુદ્દે પોલીસમાં ફરિયાદ

- કાનૂની અધિકાર પર હક્ક અને કરોડો રૂપિયા વસૂલ કરવાના પ્રયાસ જણાવ્યું

મુંબઇ : અક્ષય કુમાર, પરેશ રાવલ અને સુનીલ શેટ્ટીની ફિલ્મ હેરા ફેરી ફરી ચર્ચામાં આવી ગઇ છે. પ્રોડયુસર ફિરોઝ નડિયાદવાળાએ ફિલ્મના કોપીરાઇટ અને રિમક અધિકારોને લઇને મુંબઇના આંબોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

નડિયાદવાળાનો આરોપ છે કે, થોડા લોકો મળીને ફિલ્મને લગતા કોપીરાઇટસને હડપવાની  સાજિશ કરી છે અને તેનાથી કરોડો રૂપિયા વસૂલવાનના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.  ફિરોઝ નડિયાદવાળાએ જણાવ્યું હતું કે, ૨૦૦૦માં પણ ફિલ્મની રિલીઝના એક અઠવાડિયા  લોકોના નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, થોડા લોકોએ એ સમયે મારા પરદબાણ કરીને પૈસા વસૂલ કરવાની કોશિશ કરી હતી. એ વખતે  મેં ફિલ્મમા કરોડો રૂપિયા લગાડયા હતા. 

ફિરોઝ નડિયાદવાળાએ ફરિયાદમાં જણાવ્યું છે. ૨૦૦૦માં રિલીઝ થયેલી હેરા ફેરી ૧૯૮૯ની મલયાલમ ફિલ્મ રામજી રાલ સ્પિકિંગ પર આધારિત હતી. ફિરોઝનો દાવો છે કે એ વખતે મેરસર્સ રોમ્પેક્ટ  ઇડ્સક ઇન્ડિયા લિમટિડે ૪.૫ લાખ રૂપિયામાં આ ફિલ્મની વાર્તા હિંદી અને અન્ય ભાષાઓમાં રિમેક અધિકાર માટે કાનૂની રીતે ખરીદી હતી. તેમનું કહેવું છે કે અધિકાર તેની પાસે હોવા છતાં ૨૫ વરસ પછી ફરી તેને એક નવો કિસ્સો જમાવીને પરેશાન કરવામાં આવી રહ્યો છે.