Entertainment

VIDEO: કેનેડામાં જાણીતા કોમેડિયન કપિલ શર્માના કાફે પર ફરી ફાયરિંગ, ગેંગસ્ટરે લીધી જવાબદારી

By GS TEAM
7 Aug 20251 min read
TukuTouch Logo
કેનેડાના સરે(Surrey) શહેરમાં સ્થિત ફેમસ કોમેડિયન કપિલ શર્માના Kap's Cafeમાં ફરી એકવાર ગોળીબારની ઘટના સામે આવી છે. આ બીજી વખત છે જ્યારે તેમના કાફેને નિશાન બનાવવામાં આવ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO: કેનેડામાં જાણીતા કોમેડિયન કપિલ શર્માના કાફે પર ફરી ફાયરિંગ, ગેંગસ્ટરે લીધી જવાબદારી

Kapil Sharma Cafe Firing: કેનેડાના સરે(Surrey) શહેરમાં સ્થિત ફેમસ કોમેડિયન કપિલ શર્માના Kap's Cafeમાં ફરી એકવાર ગોળીબારની ઘટના સામે આવી છે. આ બીજી વખત છે જ્યારે તેમના કાફેને નિશાન બનાવવામાં આવ્યું છે. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં કેટલાક લોકો કારમાં બેસીને કાફે તરફ ગોળીબાર કરતા જોવા મળે છે. આ દરમિયાન ગોલ્ડી ઢિલ્લન નામના ગેંગસ્ટરે આ ગોળીબારની જવાબદારી લીધી છે. તેણે સોશિયલ મીડિયા પોસ્ટ મૂકીને દાવો કર્યો હતો કે આ હુમલો તેની ગેંગ દ્વારા કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: કનૈયાલાલ હત્યા કેસ પર આધારિત 'ઉદયપુર ફાઈલ્સ'ને મળી લીલીઝંડી, હવે આ તારીખે થશે રિલીઝ

આ અગાઉ ગત મહિને 10 જુલાઈએ કપિલ શર્માના Kap's Cafeમાં પણ ગોળીબાર થયો હતો. તેનો વીડિયો પણ સામે આવ્યો હતો. હુમલાખોરે કારમાંથી પિસ્તોલ કાઢીને 10 થી 12 રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. તેની ખાલિસ્તાની આતંકવાદી હરજીત સિંહ લડ્ડીએ છેલ્લી ગોળીબારની જવાબદારી લીધી હતી. હરજીત સિંહ લડ્ડી NIAના મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓની યાદીમાં સામેલ છે અને BKI (બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ) સાથે સંકળાયેલ છે. લડ્ડીએ કહ્યું હતું કે કપિલ શર્માના કોઈ જૂના નિવેદનને કારણે આ હુમલો કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: ફરહાન અખ્તરની ફિલ્મ '120 બહાદુર'નું ટીઝર રિલીઝ, ભારતીય સૈનિકોના સાહસની ઝલક દેખાઈ