Teaser: ફરહાન અખ્તરની ફિલ્મ '120 બહાદુર'નું ટીઝર રિલીઝ, ભારતીય સૈનિકોના સાહસની ઝલક દેખાઈ
120 Bahadur Teaser Out: અભિનેતા ફરહાન અખ્તરની ફિલ્મ '120 બહાદુર'નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. ફિલ્મમાં ફરહાન અખ્તર પરમવીર ચક્રથી સન્માનિત મેજર શૈતાનસિંહ ભાટીનું પાત્ર ભજવી રહ્યો છે. ટીઝરમાં ભારતીય જવાનોની બહાદુરીની ઝલક દેખાય છે. આ ટીઝરને નિર્માતા જોયા અખ્તરે પણ તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યું છે. સાથે કેપ્શનમાં લખ્યું છે કે ' 'વર્દી સિર્ફ હિંમત નહીં, બલિદાન ભી માંગતી હૈ'. ફિલ્મ આ વર્ષે 21 નવેમ્બરે રિલીઝ કરવામાં આવશે.
ફિલ્મના ટીઝરમાં શું જોવા મળ્યું?
ફિલ્મના ટીઝરમાં જોવા મળે છે કે વર્ષ 1962માં ભારત-ચીન વચ્ચે યુદ્ધ દરમિયાન 18 નવેમ્બરે શું-શું થયું હતું. ટીઝરની શરૂઆતમાં દેખાડવામાં આવ્યું છે કે ચીને ભારત પર હુમલો કરવાનો પૂર્ણ પ્લાન તૈયાર કર્યો હતો. જો કે ભારતે 120 બહાદુર જવાનોને પૂર્ણ રીતે તૈયાર કર્યા હતા. મેજર શૈતાન સિંહનું પાત્ર ભજવનાર ફરહાન અખ્તર કહે છે કે, 'યે વર્દી સિર્ફ હિંમત નહીં, બલિદાન ભી માંગતી હૈ, હમ પીછે નહીં હટેંગે'. ત્યારબાદ ભારતીય જવાનો ચીનના હુમલાનો જબડાતોડ જવાબ આપે છે અને દેશ માટે લડે છે.
લદ્દાખમાં થયું હતું શૂટિંગ
જણાવી દઈએ કે ફિલ્મને રિયાલિસ્ટિક બનાવવા ફિલ્મમેકરે ઘણી મહેનત કરી છે. એક રિપોર્ટ મુજબ આ ફિલ્મની શૂટિંગ લદ્દાખના અત્યંત ઠંડા અને ઊંચાઈ વાળા વિસ્તારોમાં કરવામાં આવ્યું છે, જ્યાં તાપમાન -10 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટી જાય છે અને ઓક્સિજનની અછત હોય છે. ફિલ્મના એક મહત્ત્વના ભાગને 14000 ફૂટની ઊંચાઈએ શૂટ કરવામાં આવ્યો છે.
દિગ્દર્શક અને રિલીઝ તારીખ
આ ફિલ્મનું દિગ્દર્શન રજનીશ રાજી ઘાઈએ કર્યું છે અને આ ફિલ્મને ફરહાન અખ્તર, રિતેશ સિધવાની અને અમિત ચંદ્રએ મળીને પ્રોડયૂસ કરી છે. આ ફિલ્મ સિનેમાઘરોમાં 21 નવેમ્બરના રોજ રિલીઝ થશે. મેકર્સને આશા છે કે આ ફિલ્મ માત્ર બૉક્સ ઑફિસ પર જ નહીં પણ દર્શકોના દિલ પર પણ જગ્યા બનાવશે.