Entertainment

બકરી ઇદે અક્ષય કુમારની ફિલ્મ રહી ‘HIT’, જાણો ઈદ-ઉલ-અઝહા પર રિલીઝ ફિલ્મોનો બોક્સ ઓફિસ રિપોર્ટ

By GS Team
28 May 20263 mins read
TukuTouch Logo
બોલિવૂડમાં મોટાભાગના ફિલ્મમેકર્સ અને કલાકારો પોતાની ફિલ્મોને કોઈ ખાસ પ્રસંગ કે તહેવાર પર જ સિનેમાઘરોમાં રિલીઝ કરવાનું આયોજન કરતા હોય છે. તહેવારોના કારણે ફિલ્મોને જાહેર રજાઓનો મોટો લાભ મળે છે અને સામાન્ય દિવસોની સરખામણીએ બોક્સ ઓફિસ પર કમાણીનો ગ્રાફ ઘણો ઊંચો જાય છે. બોલિવૂડમાં સામાન્ય રીતે રમઝાન ઈદ પર મોટી ફિલ્મો રિલીઝ થતી આવી છે, પરંતુ આજે 28 મેના રોજ ઈદ-ઉલ-અઝહા એટલે કે બકરીઇદના તહેવાર નિમિત્તે આપણે એવી ત્રણ મોટી ફિલ્મો વિશે વાત કરીશું જે બકરીઇદના અવસરે રિલીઝ થઈ હતી. આ ત્રણ ફિલ્મોમાંથી અક્ષય કુમારની ફિલ્મ હિટ રહી હતી, જ્યારે કાર્તિક આર્યનની એક ફિલ્મ બોક્સ ઓફિસ પર ખરાબ રીતે ફ્લોપ સાબિત થઈ હતી. આ વર્ષે કોઈ મેજર ફિલ્મ લોન્ચ કરવામાં નથી આવી, પરંતુ આયુષમાન ખુરાનાની થોડા દિવસો અગાઉ રિલીઝ થયેલી ‘પતિ પત્ની ઔર વો દો’ ચાલી રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બકરી ઇદે અક્ષય કુમારની ફિલ્મ રહી ‘HIT’, જાણો ઈદ-ઉલ-અઝહા પર રિલીઝ ફિલ્મોનો બોક્સ ઓફિસ રિપોર્ટ

Bollywood Film on Eid UL-Zuha: બોલિવૂડમાં મોટાભાગના ફિલ્મમેકર્સ અને કલાકારો પોતાની ફિલ્મોને કોઈ ખાસ પ્રસંગ કે તહેવાર પર જ સિનેમાઘરોમાં રિલીઝ કરવાનું આયોજન કરતા હોય છે. તહેવારોના કારણે ફિલ્મોને જાહેર રજાઓનો મોટો લાભ મળે છે અને સામાન્ય દિવસોની સરખામણીએ બોક્સ ઓફિસ પર કમાણીનો ગ્રાફ ઘણો ઊંચો જાય છે. બોલિવૂડમાં સામાન્ય રીતે રમઝાન ઈદ પર મોટી ફિલ્મો રિલીઝ થતી આવી છે, પરંતુ આજે 28 મેના રોજ ઈદ-ઉલ-અઝહા એટલે કે બકરીઇદના તહેવાર નિમિત્તે આપણે એવી ત્રણ મોટી ફિલ્મો વિશે વાત કરીશું જે બકરીઇદના અવસરે રિલીઝ થઈ હતી. આ ત્રણ ફિલ્મોમાંથી અક્ષય કુમારની ફિલ્મ હિટ રહી હતી, જ્યારે કાર્તિક આર્યનની એક ફિલ્મ બોક્સ ઓફિસ પર ખરાબ રીતે ફ્લોપ સાબિત થઈ હતી. આ વર્ષે કોઈ મેજર ફિલ્મ લોન્ચ કરવામાં નથી આવી, પરંતુ આયુષમાન ખુરાનાની થોડા દિવસો અગાઉ રિલીઝ થયેલી ‘પતિ પત્ની ઔર વો દો’ ચાલી રહી છે.

1. ગોલ્ડ - અક્ષય કુમારની સુપરહિટ ઇનિંગ

આ યાદીની શરૂઆત અક્ષય કુમારની ફિલ્મ ‘ગોલ્ડ’થી કરીએ. રીમા કાગતીના દિગ્દર્શનમાં બનેલી આ સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ વર્ષ 2018માં બકરીઇદના એક અઠવાડિયા પહેલા 15 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં અક્ષય કુમારની સાથે મૌની રોય, સની કૌશલ અને વિનીત કુમાર સિંહ જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. એક બોક્સ ઓફિસ ટ્રેકર વેબસાઇટના અહેવાલ અનુસાર, આ ફિલ્મે વર્લ્ડવાઇડ ₹158 કરોડની શાનદાર કમાણી કરી હતી. ₹75 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સક્સેસફુલ એટલે કે ‘હિટ’ સાબિત થઈ હતી.

2. સત્યપ્રેમ કી કથા - બોક્સ ઓફિસ પર જીત્યું દિલ

કાર્તિક આર્યન અને કિયારા અડવાણી સ્ટારર રોમેન્ટિક-ડ્રામા ફિલ્મ ‘સત્યપ્રેમ કી કથા’ વર્ષ 2023માં બકરીઇદના ખાસ અવસરે જ રિલીઝ કરવામાં આવી હતી. આ ફિલ્મને પણ દર્શકોનો સારો પ્રતિસાદ મળ્યો હતો અને બોક્સ ઓફિસ પર તેનું પ્રદર્શન પ્રશંસનીય રહ્યું હતું. અંદાજે ₹75 કરોડના બજેટ સાથે તૈયાર થયેલી આ ફિલ્મે વર્લ્ડવાઇડ બોક્સ ઓફિસ પર ₹118.50 કરોડનો આંકડો પાર કરીને સારો નફો રળ્યો હતો.

આ પણ વાંચો: વિવાદો અને રણવીર સિંહનો જૂનો સંબંધ: ન્યૂડ ફોટોશૂટથી લઈને ધાર્મિક મજાક સુધીના 5 કિસ્સા, જેનાથી મચ્યો હતો હોબાળો

3. ચંદુ ચેમ્પિયન - ન ચાલ્યો કાર્તિકનો જાદુ, ફિલ્મ રહી ફ્લોપ

આ યાદીમાં છેલ્લું નામ પણ કાર્તિક આર્યનની જ ફિલ્મ ‘ચંદુ ચેમ્પિયન’નું છે. મુરલીકાંત પેટકરના જીવન પર આધારિત આ બાયોપિક સ્પોર્ટ્સ ફિલ્મ વર્ષ 2024માં 14 જૂનના રોજ બકરીઇદના મોકા પર સિનેમાઘરોમાં આવી હતી. જોકે, ક્રિટિક્સના સારા રિવ્યુ છતાં આ ફિલ્મ દર્શકોને થિયેટર સુધી ખેંચવામાં નિષ્ફળ રહી હતી. ₹120 કરોડના મોટા બજેટ સાથે બનેલી આ ફિલ્મ વર્લ્ડવાઇડ માત્ર ₹89.24 કરોડની જ કમાણી કરી શકી હતી, જેના કારણે મેકર્સને મોટું નુકસાન વેઠવું પડ્યું હતું અને ફિલ્મ બોક્સ ઓફિસ પર ‘ફ્લોપ’ જાહેર થઈ હતી.

બોલિવૂડ માટે બકરીઇદનો તહેવાર મિશ્ર પ્રતિસાદ આપનારો રહ્યો છે, જ્યાં અક્ષય કુમાર માટે આ અવસર નસીબવંતો સાબિત થયો, તો કાર્તિક આર્યનને અહીં સફળતા અને નિષ્ફળતા બંનેનો સ્વાદ ચાખવા મળ્યો છે.