Bollywood Celebrities On Hijab Controversy : બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની દરેક જગ્યાએ ટીકા થઈ રહી છે. હિજાબ વિવાદ વધ્યો છે, ત્યારે આ મામલે બોલિવૂડ હસ્તીઓ પણ મેદાને આવી છે. જેમાં જાવેદ અખ્તર, જાયરા વસીમલ, રાખી સાવંત અને સના ખાન સહિતના સેલેબ્રિટીએ રોષ વ્યક્ત કર્યો છે. જાવેદ અખ્તરે સોશલિય મીડિયામાં પોસ્ટ કરીને નીતિશ કુમારને માફી માંગવા કહ્યું છે.
માફી માંગે નીતિશ કુમાર: જાવેદ અખ્તર
જાવેદ અખ્તરે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને લખ્યું કે, 'જે લોકો મને થોડો પણ જાણે છે, તેઓને ખબર હશે કે હુ પારંપરિક કોન્સેપ્ટની કેટલો વિરોધમાં છું. પરંતુ આનો મતલબ એ નથી કે, નીતિશ કુમારે એક મુસ્લિમ મહિલા ડૉક્ટર સાથે કર્યુ તે કોઈપણ રીતે સાચું હોય. હું આને શખત શબ્દોમાં નિંદા કરુ છું. નીતિશ કુમારે કોઈ શર્ત વગર તે મહિલાની માફી માંગવી જોઈએ.'
નોંધનીય છે કે, આ મામલે જાવેદ અખ્તર પહેલા બોલિવૂડની અનેક હસ્તીઓએ પણ રોષ વ્યક્ત કર્યો છે. ઝાયરા વસીમે સોશિયલ મીડિયા પર ગુસ્સો વ્યક્ત કરતાં લખ્યું હતું કે, 'સ્ત્રીની ગરિમા અને શિષ્ટાચાર સાથે રમવું યોગ્ય નથી, ખાસ કરીને જાહેર મંચ પર. એક મુસ્લિમ મહિલા તરીકે બીજી મહિલાનો બુરખો આટલી સરળતાથી ખેંચીને જોવુ એ પણ હસતા-હસ્તા, એ ખૂબ જ ગુસ્સો અપાવે તેવું હતું. સત્તા કોઈને પોતાની સીમાઓ ઓળંગવાની મંજૂરી આપતી નથી. નીતિશ કુમારે તે મહિલાની માફી માંગવી જોઈએ.'
સના ખાને એક વીડિયો શેર કર્યો
સનાએ એક વીડિયો શેર કર્યો હતો. જેમાં તેણે નીતિશ કુમારનું નામ લીધા વિના પોતાનો ગુસ્સો વ્યક્ત કરતાં કહ્યું કે, 'થોડા દિવસો પહેલા અમારી એક હિજાબી બહેનનો હિજાબ તેના ચહેરા પર ઢંકાયેલો હતો. જ્યારે અમારા આદરણીય રાજકારણી તેને પ્રમાણપત્ર આપી રહ્યા હતા, ત્યારે મને ખબર નથી કે તેમના અંદર એવું શું જાગ્યું કે મહિલાનો ચહેરો જોવો ખૂબ જ મહત્ત્વપૂર્ણ બની ગયો, અને પછી મહિલાનો નકાબ ઉતારી દીધો. આશ્ચર્યજનક રીતે તેમની પાછળના લોકો ગધેડાની જેમ હસતા હતા. વીડિયો જોઈને મને તેમના કાન નીચે થપ્પડ મારવાનું મન થયું. મને તેનાથી બહુ જ ગુસ્સો આવ્યો...'
આ પણ વાંચો: VIDEO: 'આ શું છે હટાવો...', બિહારના CM નીતિશ કુમારે મહિલાના ચહેરાથી હિજાબ ખેંચતા વિવાદ
તમારી ધોતી ઉતારી દઉં તો તમને કેવું લાગશે? : રાખી સાવંત
રાખી સાવંતે સોશિયલ મીડિયા પર એક વીડિયો પણ શેર કરીને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને માફી માંગવા કહ્યું હતું. વીડિયોમાં તેણે કહ્યું હતું કે, 'નીતીશ જી, તમને ખબર હોવી જોઈએ કે મુસ્લિમ મહિલાઓ ઇસ્લામમાં હિજાબ પહેરે છે, પરંતુ તમે તેને ઉતારી નાખ્યો. જો હું બધાની સામે તમારી ધોતી ઉતારી દઉં તો તમને કેવું લાગશે?'
શું છે સમગ્ર મામલો?
આ ઘટના 1,000 થી વધુ આયુષ ડૉકટરોને નિમણૂક પત્ર વિતરણ સમારોહ દરમિયાન બની હતી. એક મુસ્લિમ મહિલા ડૉ. નુસરત પરવીન, હિજાબ પહેરીને સ્ટેજ પર આવી હતી. આ સમારોહનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં નીતિશ કુમાર મહિલા ડૉક્ટરનો હિજાબ ખેંચી રહ્યા છે. જ્યારે વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં વિવાદ વધ્યો છે.



