Get The App

VIDEO: 'આ શું છે હટાવો...', બિહારના CM નીતિશ કુમારે મહિલાના ચહેરાથી હિજાબ ખેંચતા વિવાદ

Updated: Dec 15th, 2025

GS TEAM

Google News
Google News
Nitish Kumar



Nitish Kumar Allegedly Pulls Hijab of Muslim Woman | બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર વધુ એક વાઈરલ વીડિયોના કારણે વિવાદમાં સપડાયા છે. તેમનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે જેમાં તેઓ એક મુસ્લિમ મહિલાના ચહેરાથી હિજાબ ખેંચતા દેખાઈ રહ્યા છે. બિહારના વિપક્ષ દ્વારા આ વીડિયો સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવી રહ્યો છે. 

RJDએ વીડિયો શેર કર્યો 

લાલુ યાદવના પક્ષ રાષ્ટ્રીય જનતા દળે વીડિયો એક્સ પર પોસ્ટ કરી કહ્યું, કે નીતિશજીને આ શું થઈ ગયું છે? માનસિક સ્થિતિ હવે દયનીય સ્થિતિ પર પહોંચી ચૂકી છે કે પછી નીતિશ બાબુ 100 ટકા સંઘના થઈ ગયા છે? 



વીડિયો વાઇરલ થતાં ભારે વિવાદ 

વાઇરલ વીડિયોમાં જોઈ શકાય છે કે નીતિશ કુમાર એક જાહેર કાર્યક્રમમાં મંચ પરથી મુસ્લિમ મહિલાને પત્ર સોંપી રહ્યા છે. જે બાદ તેઓ અચાનક જ મહિલાના ચહેરાથી હિજાબ ખેંચી નીચે કરે છે. મંચ પર ઉપસ્થિત રાજ્યના ઉપમુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ તેમને રોકવાનો પ્રયાસ પણ કર્યો. આ વીડિયો બિહારના પાટનગર પટનાનો હોવાનું અનુમાન છે. જ્યાં તેઓ 1282 આયુષ ડૉક્ટર્સને નિયુક્તિ પત્ર સોંપી રહ્યા હતા. કાર્યક્રમમાં રાજ્યના બંને ડેપ્યુટી CM તથા આરોગ્ય મંત્રી પણ હાજર હતા. 

સમગ્ર વિવાદ મામલે હજુ સુધી જનતા દળ યુનાઇટેડ કે નીતિશ કુમાર તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી. ગુજરાત સમાચાર વાઇરલ વીડિયોની પુષ્ટિ કરતું નથી. 

Tags :