Entertainment

CJP ના સમર્થનમાં ઉતરી બોલિવૂડની જાણીતી હસ્તી, કહ્યું- સિસ્ટમ સાથે ચેડાં કરાયા

By GS Team
10 Oct 20262 mins read
TukuTouch Logo
દિલ્હીમાં 10 ઓક્ટોબરે CJPના પ્રદર્શનને પગલે રાજધાની હાઈ એલર્ટ પર છે. અભિજિત દીપકેના નેતૃત્વમાં જંતર-મંતર પર મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે વિરોધ થયો. પોલીસે પરવાનગી ન આપવા છતાં, કાર્યકરો પહોંચ્યા. પોલીસે દીપકે, યુટ્યુબર ધ્રુવ રાઠી સહિત 4ની અટકાયત કરી. મ્યુઝિક કમ્પોઝર વિશાલ દદલાનીએ CJPના આ પ્રદર્શનને સમર્થન આપતો વીડિયો શેર કર્યો.

Summarized by AI; it may make mistakes. Check important info

CJP ના સમર્થનમાં ઉતરી બોલિવૂડની જાણીતી હસ્તી, કહ્યું- સિસ્ટમ સાથે ચેડાં કરાયા

Vishal Dadlani Video CJP Protest Delhi Security: દિલ્હીમાં 10 ઓક્ટોબરે CJPના પ્રદર્શનને લઈને સમગ્ર રાજધાની હાઈ એલર્ટ પર છે. પાર્ટીના સ્થાપક અભિજિત દીપકેના નેતૃત્વમાં જંતર-મંતર પર મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ કરવામાં આવી રહી છે. પોલીસે આ પ્રદર્શન માટે પરવાનગી આપી નથી, છતાં કાર્યકર્તાઓ જંતર-મંતર પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે. પોલીસે કાર્યવાહી કરતા દીપકે, યુટ્યુબર ધ્રુવ રાઠી, સૌરવ દાસ અને આશુતોષ રાંકાની અટકાયત કરી લીધી છે. દિલ્હીમાં થઈ રહેલા આ પ્રદર્શને સૌને હેરાન-પરેશાન કરી મૂક્યા છે. મ્યૂઝિક કંપોઝર વિશાલ દદલાનીએ આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરીને CJP પ્રોટેસ્ટનું સમર્થન કર્યું છે.

CJP પ્રોટેસ્ટ પર બોલ્યા વિશાલ દદલાની

વિશાલ દદલાનીએ ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરતા કહ્યું, 'આ સમયે આખી દુનિયા જોઈ રહી છે કે, એક વ્યક્તિના બચાવમાં સરકાર પોતાના જ લોકો વિરુદ્ધ કઈ હદ સુધી જઈ શકે છે. ભારતીય લોકોના પ્રદર્શન કરવાના અધિકાર વિરુદ્ધ એક સરકારે CRPF ની 23 બટાલિયન તૈનાત કરી દીધી છે. દળોને જમ્મુ-કાશ્મીર જેવા સંવેદનશીલ વિસ્તારો અને નક્સલ વિસ્તારોમાંથી બોલાવીને જંતર-મંતર પર તૈનાત કરવામાં આવ્યા છે. આખા દિલ્હીના રસ્તાઓ રોકી દેવામાં આવ્યા છે. બેરિકેટ્સ લગાવી દેવાયા છે. મેટ્રો અને ટ્રેનો બંધ કરી દેવામાં આવી છે. માત્ર એક માણસના બચાવ માટે આ બધું થઈ રહ્યું છે. તમે પોતે જ વિચારી લો કે તે માણસે આ લોકો માટે શું અને કેટલું કર્યું હશે. કઈ રીતે સિસ્ટમને તોડવામાં અને મરોડવામાં આવી છે, જેથી આ વ્યક્તિને બચાવવા માટે આ સ્તર પર મહેનત કરવામાં આવી રહી છે.'

પ્રદર્શનકારીઓની માંગ શું છે?

CJP અને દિલ્હીના અનેક વિદ્યાર્થી સંગઠનોનું આ પ્રદર્શન SIRમાં થયેલી અનિયમિતતાઓ વિરુદ્ધ છે. પ્રદર્શનકારીઓની મુખ્ય માંગ છે કે, મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર રાજીનામું આપે અને ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા અંગેના સવાલોના જવાબ આપે. CJP એ 7 ઓક્ટોબરે દિલ્હી પોલીસને પ્રદર્શન માટે જાણ કરી હતી, પરંતુ પોલીસે છેલ્લી ઘડીએ અરજી કરાઈ હોવાનું અને ભૂતકાળમાં શરતોનું પાલન ન થયું હોવાનું કહીને મંજૂરી આપવાનો ઇનકાર કરી દીધો હતો.