બિપાશાનું છ વર્ષ પછી ક્રાઈમ થ્રિલર સાથે કમબેક થશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મુંબઈ : અભિનેત્રી બિપાશા બાસુ હંસલ મહેતાની ક્રાઈમ થ્રિલર સીરીઝ 'બારાબંકી' સાથે લગભગ છ વર્ષ પછી અભિનય ક્ષેત્રમાં વાપસી કરી રહી છે.
જો કે હજી સત્તાવાર જાહેરાત નથી કરાઈ, પણ અહેવાલો મુજબ તેણે કુખ્યાત માદક પદાર્થોની ગેન્ગ પર આધારીત વેબ શો માટે મુંબઈમાં શૂટિંગ શરૂ કરી દીધું છે.
'રાઝ', 'ધૂમ ટુ' અને 'બચના ઐ હસીનો' માટે પ્રસિદ્ધિ પામેલી બિપાશા છેલ્લે ઓટીટી પ્રોજેક્ટ 'ડેન્જરસ'માં દેખાઈ હતી.
અહેવાલ મુજબ હંસલ મહેતા પાસેથી વાર્તા સાંભળ્યા પછી બિપાશા શો માટે તુરંત સહમત થઈ ગઈ હતી. તેના પાત્રનો નાયક સાથે મહત્વનો સંબંધ છે અને તેમાં તેનો તદ્દન નવો લૂક હશે.
આઈપીએસ ઓફિસર આલોક લાલના પુસ્તક 'ધી બારાબંકી નાર્કોસ પર આધારીત સીરીઝમાં ૧૯૮૦ના દાયકાના ઉત્તર પ્રદેશમાં ગાંજાના વેપાર સામે મહત્વના પોલીસ ઓપરેશનની વાત છે. વાસ્તવિક વાર્તા કહેવામાં હંસલ મહેતા નિપુણ હોવાથી 'બારાબંકી એ ભારે ઉત્સુકતા જગાડી છે.




