Entertainment

બિગ બોસ 19ની સીઝનનો વિનર બન્યો ગૌરવ ખન્ના, જીત્યા 50 લાખ રૂપિયા

By GS TEAM
7 Dec 20252 mins read
TukuTouch Logo
બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન દ્વારા હોસ્ટેડ કરાયેલા ફેમસ અને સૌથી વિવાદાસ્પદ રિયાલિટી શો બિગ બોસને તેની 19મી સીઝનનો વિનર મળી ગયો છે. ટીવી સુપરસ્ટાર ગૌરવ ખન્નાએ તાન્યા મિત્તલ, પ્રણિત મોરે અને અમાલ મલિક જેવા મજબૂત કન્ટેસ્ટેન્ટને હરાવીને બિગ બોસ 19 ટ્રોફી જીતી છે. ગૌરવની જીત સાથે બિગ બોસ 19ની સફર પૂર્ણ થઈ ગઈ છે. શોની રનર-અપ ભરહાના ભટ્ટ હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

બિગ બોસ 19ની સીઝનનો વિનર બન્યો ગૌરવ ખન્ના, જીત્યા 50 લાખ રૂપિયા
Image Source: Bigg Boss / Instagram

Bigg Boss 19 Winner Gaurav Khanna: બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન દ્વારા હોસ્ટેડ કરાયેલા ફેમસ અને સૌથી વિવાદાસ્પદ રિયાલિટી શો બિગ બોસને તેની 19મી સીઝનનો વિનર મળી ગયો છે. ટીવી સુપરસ્ટાર ગૌરવ ખન્નાએ તાન્યા મિત્તલ, પ્રણિત મોરે અને અમાલ મલિક જેવા મજબૂત કન્ટેસ્ટેન્ટને હરાવીને બિગ બોસ 19 ટ્રોફી જીતી છે. ગૌરવની જીત સાથે બિગ બોસ 19ની સફર પૂર્ણ થઈ ગઈ છે. શોની રનર-અપ ભરહાના ભટ્ટ હતી.

બિગ બોસ 19 ના વિનરને શું મળ્યું?

નોંધનીય છે કે ગયા વર્ષે બિગ બોસ 18 ના વિનર કરણવીર મેહરાને શો જીતવા બદલ ₹50 લાખનું ઇનામ આપવામાં આવ્યું હતું. મુનાવર ફારૂકીને પણ 17મી સીઝનમાં ₹50 લાખ મળ્યા હતા. આ વખતે, બિગ બોસ જીતવા બદલ ગૌરવ ખન્નાને ₹50 લાખ મળ્યા.

અત્યાર સુધીમાં કોણ કોણ બન્યું બિગ બોસ વિનર?

  • બિગ બોસ સીઝન 1 - રાહુલ રોય
  • બિગ બોસ સીઝન 2 - આશુતોષ કૌશિક
  • બિગ બોસ સીઝન 3 - વિંદૂ દારા સિંહ
  • બિગ બોસ સીઝન 4 - શ્વેતા તિવારી
  • બિગ બોસ સીઝન 5 - જૂહી પરમાર
  • બિગ બોસ સીઝન 6 - ઉર્વશી ધોળકિયા
  • બિગ બોસ સીઝન 7 - તનિષા મુખર્જી
  • બિગ બોસ સીઝન 8 - ગૌતમ ગુલાટી
  • બિગ બોસ સીઝન 9 - પ્રિન્સ નરુલા
  • બિગ બોસ સીઝન 10 - મનવીર ગુર્જર
  • બિગ બોસ સીઝન 11 - શિલ્પા શિંદે
  • બિગ બોસ સીઝન 12 - દીપિકા કક્કર
  • બિગ બોસ સીઝન 13 - સિદ્ધાર્થ શુક્લા
  • બિગ બોસ સીઝન 14 - રૂબીના દિલૈક
  • બિગ બોસ સીઝન 15 - તેજસ્વી પ્રકાશ
  • બિગ બોસ સીઝન 16 - એમસી સ્ટેન
  • બિગ બોસ સીઝન 17 - મુનવ્વર ફારૂકી
  • બિગ બોસ સીઝન 18 - કરણવીર મેહરા
  • બિગ બોસ સીઝન 19 - ગૌરવ ખન્ના