Entertainment

ઝુબીન ગર્ગ મોત કેસમાં મોટો વળાંક: 1 વર્ષ સુધી જેલમાં રહ્યા બાદ સિંગર અમૃતપ્રભા મહંતની મુક્તિ, હાઇકોર્ટે આપ્યા જામીન

By GS Team
14 Oct 20262 mins read
TukuTouch Logo
આસામના પ્રખ્યાત સિંગર ઝુબીન ગર્ગના મૃત્યુ કેસમાં મોટો વળાંક આવ્યો છે. એક વર્ષ બાદ આરોપી સિંગર અમૃતપ્રભા મહંતને ગુવાહાટી હાઇકોર્ટમાંથી જામીન મળતા હાફલોંગ સબ-જેલમાંથી મુક્ત કરવામાં આવી છે. 19 સપ્ટેમ્બર 2025ના રોજ સિંગાપોરમાં ઝુબીન ગર્ગનું મૃત્યુ થયું હતું. SITએ 7 લોકોને આરોપી બનાવ્યા હતા, જેમાં અમૃતપ્રભા મુખ્ય કેસમાં જામીન મેળવનાર પ્રથમ આરોપી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઝુબીન ગર્ગ મોત કેસમાં મોટો વળાંક: 1 વર્ષ સુધી જેલમાં રહ્યા બાદ સિંગર અમૃતપ્રભા મહંતની મુક્તિ, હાઇકોર્ટે આપ્યા જામીન

Zubeen Garg Death Case: આસામના પ્રખ્યાત સિંગર ઝુબીન ગર્ગ કેસમાં મોટો વળાંક આવ્યો છે. આરોપી સિંગર અમૃતપ્રભા મહંત મંગળવારે જેલમાંથી મુક્ત થઈ ગઈ છે. ગુવાહાટી હાઇકોર્ટમાંથી જામીન મળવાના ચાર દિવસ બાદ તેને હાફલોંગ સબ-જેલમાંથી મુક્ત કરવામાં આવી છે. જરૂરી કાનૂની ઔપચારિકતાઓ પૂરી થયા બાદ તે જેલની બહાર આવી છે. આ મામલે મુખ્ય કેસમાં જામીન મેળવનાર તે પ્રથમ આરોપી છે.

એક વર્ષ બાદ જેલમાંથી મળી મુક્તિ

અમૃતપ્રભા મહંત 17 ઑક્ટોબર 2025થી જેલમાં બંધ હતી. ગુવાહાટી હાઇકોર્ટના જસ્ટિસ પ્રાંજલ દાસે 9 ઑક્ટોબરે તેને જામીન આપ્યા હતા. કોર્ટે 50 હજાર રૂપિયાના બોન્ડ અને તેટલી જ રકમની બે જામીન રકમ જમા કરવાની શરત રાખી હતી. મામલામાં ઘણા દિવસો સુધી સુનાવણી ચાલી હતી. ત્યારબાદ વિશેષ લોક અભિયોજક જિયાઉલ કમરે કોર્ટના નિર્ણયની પુષ્ટિ કરી હતી.

હાઇકોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે, શરૂઆતી તબક્કામાં એવું લાગે છે કે ઝુબીન ગર્ગની મોત પહેલા તેમના સ્વાસ્થ્યને લઈને જરૂરી મેડિકલ સાવધાનીઓનું પાલન કરવામાં નહોતું આવ્યું. સિંગર અગાઉથી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓથી ઝઝૂમી રહ્યા હતા. એવામાં તેમની સાથે એક કેરટેકર કે મેડિકલ અટેન્ડન્ટ હોવો જોઈતો હતો, જે એ સુનિશ્ચિત કરત કે ડૉક્ટરો તરફથી જણાવવામાં આવેલા મેડિકલ પ્રોટોકોલનું પાલન થઈ રહ્યું છે.

ઝુબીન ગર્ગનું સિંગાપોરમાં થયું હતું મોત

જોકે, કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે એ નક્કી કરવું કે મેડિકલ સાવધાનીઓનું પાલન નહીં કરવા માટે કયો આરોપી જવાબદાર હતો અને શું આના માટે તેના પર અપરાધિક મામલો બને છે, તેનો નિર્ણય ટ્રાયલ દરમિયાન કરવામાં આવશે.

ઝુબીન ગર્ગનું 19 સપ્ટેમ્બર 2025ના રોજ સિંગાપોરમાં સમુદ્રમાં તરતી વખતે મોત થઈ ગયુ હતું. તે નોર્થ ઈસ્ટ ઇન્ડિયા ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે સિંગાપોર ગયા હતા. તેમના મોતના સમાચાર સામે આવ્યા બાદ આસામમાં લોકોની વચ્ચે ભારે નારાજગી જોવા મળી હતી. ફેન્સ અને અનેક સામાજિક સંગઠનોએ મામલાની પૂરી તપાસની માંગ કરી હતી.

SITએ આ મામલામાં 7 લોકોને બનાવ્યા આરોપી

ત્યારબાદ આસામ સરકારે મામલાની તપાસ માટે SITનું ગઠન કર્યું. SITની ચાર્જશીટમાં 7 લોકોને આરોપી બનાવવામાં આવ્યા. ફેસ્ટિવલના આયોજક શ્યામકાનુ મહંત, ઝુબીનના મેનેજર સિદ્ધાર્થ શર્મા, બેન્ડના સભ્ય શેખરજ્યોતિ ગોસ્વામી અને અમૃતપ્રભા મહંત પર હત્યાનો આરોપ લગાવવામાં આવ્યો.

જ્યારે, ઝુબીનના કઝિન સંદીપન ગર્ગ પર બિન-ઈરાદાપૂર્વકની હત્યાનો આરોપ લગાવવામાં આવ્યો. તેમના ખાનગી સુરક્ષા અધિકારીઓ નંદેશ્વર બોરા અને પરેશ બૈશ્ય પર અપરાધિક ષડયંત્ર અને વિશ્વાસઘાતના આરોપ લગાવવામાં આવ્યા છે.