Entertainment

પોતાને શું સમજે છે બુઢ્ઢા...', સલમાન ખાન બાદ હવે અમિતાભ બચ્ચન ટ્રોલર્સથી પરેશાન, KBCના સેટ પર છલકાયું દર્દ

By GS Team
13 Oct 20262 mins read
TukuTouch Logo
અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયા પર ટ્રોલિંગનો અનુભવ શેર કર્યો છે. KBCના સેટ પર તેમણે જણાવ્યું કે, કેટલાક લોકો તેમને 'બુઢ્ઢો' કહીને નિશાન બનાવે છે. આનાથી કંટાળીને તેમણે પોસ્ટ કરવાનું ઓછું કરી દીધું છે. રસપ્રદ વાત એ છે કે, પોસ્ટ ઓછી કરવા છતાં તેમના ફોલોઅર્સ વધ્યા છે. બિગ બી આજે પણ X અને ઇન્સ્ટાગ્રામ પર સક્રિય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પોતાને શું સમજે છે બુઢ્ઢા...', સલમાન ખાન બાદ હવે અમિતાભ બચ્ચન ટ્રોલર્સથી પરેશાન, KBCના સેટ પર છલકાયું દર્દ

Amitabh Bachchan Online Trolling: સોશિયલ મીડિયાની દુનિયા આજકાલ પોતાની જ એક અલગ ટૉક્સિસિટી અને ટ્રોલિંગથી ઝઝૂમી રહી છે. થોડા દિવસો પહેલાં 'બિગ બોસ 20' માં સલમાન ખાને ટ્રોલર્સની ઝાટકણી કાઢી હતી અને હવે 'સદીના મહાનાયક' અમિતાભ બચ્ચનનું પણ સોશિયલ મીડિયાનું દર્દ છલકાયું છે. બિગ બીએ ખુલાસો કર્યો કે, કેવી રીતે કેટલાક ટ્રોલ્સ મને 'બુઢ્ઢો' કહીને નિશાન બનાવે છે, જેના કારણે મેં હવે સોશિયલ મીડિયા પર પોતાની પોસ્ટ્સ ઘણી ઓછી કરી દીધી છે.

KBCની હોટ સીટ પર વાતચીત

'કોન બનેગા કરોડપતિ' (KBC) ના અપકમિંગ એપિસોડ દરમિયાન જ્યારે કન્ટેસ્ટન્ટ વિનમ્રએ ઈન્ટરનેટ પર નેગેટિવિટી અને આલોચનાનો સામનો કરવાની રીત વિશે પૂછ્યું, ત્યારે બિગ બીએ પોતાના મનની સ્થિતિ જણાવતા સોશિયલ મીડિયાનું કડવું સત્ય શેર કર્યું.

ટ્રોલ્સ કહે છે બુઢ્ઢો

પોતાના જૂના દિવસોને યાદ કરતા અમિતાભ બચ્ચને જણાવ્યું કે, પહેલા હું દિલની વાતો ખુલ્લીને શેર કરતો હતો, પરંતુ જ્યારે મેં કોમેન્ટ્સ વાંચવાનું શરૂ કર્યું ત્યારે લોકો અજીબોગરીબ ભાષાનો ઉપયોગ કરવા લાગ્યા, જેમ કે- 'પોતાની જાતને શું સમજે છે તું બુઢ્ઢા, આવું કેમ બોલી રહ્યો છે.'

લખવાનું ઓછું કર્યું તો વધ્યા ફોલોઅર્સ

ઓનલાઈન ટ્રોલિંગ અને અજીબોગરીબ શબ્દાવલીથી કંટાળીને બિગ બીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાનું ઘણું ઓછું કરી દીધું. મજેદાર વાત એ છે કે તેમણે ખુદ એ વાત પણ સ્વીકારી કે જ્યારથી તેમણે લખવાનું ઓછું કર્યું છે, ત્યારથી તેમના ફોલોઅર્સ વધુ ઝડપથી વધવા લાગ્યા છે.

સોશિયલ મીડિયા પર એક્ટિવ છે બિગ બી

આમ છતાં અમિતાભ બચ્ચન આજે પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X અને ઈન્સ્ટાગ્રામ પર ઘણા એક્ટિવ રહે છે અને સમય-સમય પર પોતાની પ્રોફેશનલ અને પર્સનલ લાઈફ સાથે જોડાયેલા અપડેટ્સ ફેન્સ સાથે શેર કરતા રહે છે.

બિગ બીનું ધમાકેદાર વર્કફ્રન્ટ

હાલમાં મહાનાયક નાના પડદા પર 'કોન બનેગા કરોડપતિ 18' ને હોસ્ટ કરી રહ્યા છે. બીજી તરફ ફિલ્મોની વાત કરીએ તો તેઓ જલ્દી જ 'કલ્કી 2898 AD' ના સીક્વલ સિવાય 'સેક્શન 84' અને હોલિવૂડ ફિલ્મ 'ધ ઈન્ટર્ન' ના હિન્દી રિમેકમાં જોવા મળશે.