Entertainment

રણવીરની પ્રલયમાં ભાગ્યશ્રી બોરસે બીજી હિરોઈન હશે

By GS Team
25 Feb 20261 min read
રણવીરની પ્રલયમાં ભાગ્યશ્રી બોરસે બીજી હિરોઈન હશે

- કાર્તિકની ચંદુ ચેમ્પિયનમાં કામ કરી ચૂકી છે

- એક હિરોઈન તરીકે કલ્યાણી પ્રિયદર્શનને પસંદ કરી લેવામાં આવી છે

મુંબઈ : રણવીર સિંહની ઝોમ્બી એકશન ફિલ્મ 'પ્રલય'માં ભાગ્યશ્રી બોરસેને સેકન્ડ હિરોઇન તરીકે લેવામાં આવી છે. ફિલ્મમાં એક હિરોઈન તરીકે કલ્યાણી પ્રિયદર્શનની પસંદગી અગાઉ જ થઈ ચૂકી છે. 

ભાગ્યશ્રીએ ૨૦૨૩માં આવેલી 'યારિયાં ટુ' ફિલ્મથી પોતાની  કારકિર્દી શરૂ કરી છે.  તેણે  કાર્તિક આર્યનની 'ચંદૂ ચેમ્પિયન'માં પણ કામ કર્યું હતું. તેમજ સાઉથની 'મિસ્ટર બચ્ચન' ફિલ્મમાં રવિ તેજા સાથે મુખ્ય ભૂમિકા ભજવી હતી.  તે આ ફિલ્મમાં મુખ્ય અભિનેત્રી તરીકે જોવા મળશે. જોકે નિર્માતાઓએ આ  બાબતે કોઇ સતાતાવાર ઘોષણા કરી નથી.  રણવીર આ ફિલ્મમાં મુખ્ય અભિનેતાની સાથેસાથે પોતાના બેનર માં કસમ ફિલ્મસથી નિર્માતા તરીકે ડેબ્યુ કરી રહ્યો છે. 

આ ફિલ્મનું દિગ્દર્શન જય મહેતા કરશ.  જય મહેતા અગાઉ 'સ્કેમ' વેબ સીરિઝનાં સહ દિગ્દર્શક રહી ચૂક્યા છે.