Entertainment

અવિકા ગોર ડેન્ગ્યૂનો શિકાર બનતાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી

By GS Team
9 Aug 20262 mins read
TukuTouch Logo
ટીવી અભિનેત્રી અવિકા ગૌરને ડેન્ગ્યુ થતાં હોસ્પિટલમાં દાખલ કરાઈ છે. પતિ મિલિન્દ ચંદવાણીએ ઇન્સ્ટા પર વીડિયો શેર કર્યો હતો. અવિકાને છેલ્લા 5 દિવસથી 104 ડિગ્રી તાવ હતો, છતાં તેણે પ્રોફેશનલ કમિટમેન્ટ પૂરા કર્યા. દિલ્હીમાં એડ શૂટ દરમિયાન ટેસ્ટ કરાવતા ડેન્ગ્યુનું નિદાન થયું. કામ પ્રત્યેની તેની નિષ્ઠાને સૌએ બિરદાવી.

Summarized by AI; it may make mistakes. Check important info

અવિકા ગોર ડેન્ગ્યૂનો શિકાર બનતાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી
  • અવિકાના પતિ મિલિન્દે વિડિયો મુકી માહિતી આપી
  • પાંચ દિવસથી તાવથી પીડાતી હોવા છતાં અવિકાએ તેના પ્રોફેશનલ એસાઇનમેન્ટ પુરાં કરવાની પ્રતિબદ્ધતા દાખવી

મુંબઈ : ટીવી એક્ટ્રેસ અવિકા ગોરને ડેન્ગ્યૂનો ચેપ લાગતાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હોવાની માહિતી તેના પતિ મિલિન્દ ચંદવાનીએ ઇન્સ્ટા પર શુક્રવારે વિડિયો મુકી આપી હતી.
મિલિન્દે તેના વિડિયોમાં જણાવ્યું હતું કે અવિકાને છેલ્લા પાંચ દિવસથી ૧૦૪ ડિગ્રી તાવ આવતો હતો. તેને ગઇરાત્રે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. અવિકાએ તેને આટલો બધો તાવ હોવા છતાં એક પ્રોજેક્ટનું બે દિવસનું શૂટ બાકી હતું તે એક દિવસમાં પતાવી નાંખ્યું હતું. એ પછી બે દિવસનો આરામ કરી પાછી એક એડના શૂટ માટે દિલ્હી ગઇ હતી. દરમ્યાન તેના ટેસ્ટનું પરિણામ આવતાં તેને ડેન્ગ્યૂ થયો હોવાનું નિદાન થયું હતું.
અવિકાએ તાવ દરમ્યાન પણ પોતાનું કામ ચાલુ રાખવાનો આગ્રહ કરી જણાવ્યું હતું કે કોઇનો સમય કે નાણાં મારા કારણે બગાડવાનું મને ન ગમે. હું મારાથી થઇ શકે તેટલું તો કરીશ. અવિકાની ટીમના એક સભ્યએ જણાવ્યું હતું કે દિલ્હીમાં તે ઉભી રહી શકે તેમ નહોતી અને તે ખાઇ શકતી ન હોઇ માત્ર ઓઆરએસ પર જ હતી. તેની કામ પ્રત્યેની નિષ્ઠાને ઘણાંએ ઓનલાઇન બિરદાવી હતી.
અવિકાની તેલુગુ ઓટીટી પર અગ્લી સ્ટોરી ફિલ્મ તાજેતરમાં રજૂ થઇ હતી. જે ઓટીટી પર સૌથી વધું જોવાઇ હોય તેવી બીજી ફિલ્મ બની રહી હતી. તેમાં તેનો હીરો શ્રી નાયડુ હતો.