Entertainment

ટચૂકડા પડદાનો કલાકાર આશિષ રોય આઇસીયુમાં દાખલ થયો

By GS Team
19 May 20201 min read
This article was originally published on 19 May 2020
ટચૂકડા પડદાનો કલાકાર આશિષ રોય આઇસીયુમાં દાખલ થયો

(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા. 18 મે 2020, સોમવાર

કોરોના પ્રકોપને કારણે થયેલા લોકડાઉનથી લોકોની આવક બંધ થઇ ગઇ છે, પરિણામે દૈનિક વેતનધારીઓ મુશ્કેલીમાંથી પસાર થઇ રહ્યા છે. તેમાંથી મનોરંજન ઇન્ડસ્ટ્રીનો ટચૂકડો પડદો પણ બાકાત નથી. હજી તો તાજેતરમાં જ મનમીત ગરેવાલે પૈસાની તંગીને કારણે ગળે ફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી છે. જ્યારે આશિષ રોયને આઇસીયુમાં દાખલ થવું પડયું છે, અને ડાયાલિસિસ માટે રૂપિયાની મદદ માંગી રહ્યો છે. આશિષે આઇસીયુમાંથી પોતાની તસવીર સોશિયલ મીડિયા પર મુકીને પોતાની વ્યથા જણાવી છે. 

આશિષે એકટિંગની કારકિર્દી ૧૯૯૭થી કરી હતી. તેણે ઘણી સિરીયલોમાં કામ કર્યું છે, તેમજ થોડી ફિલ્મોમાં પણ તેને કામ કરવાની તક મળી છે. આશિષેસસુરાલ સિમર કા, જીજી ઓર જુજુ,બા, બહુ ઔર બેબી, તુ મેરે અગલ બગલ હૈ જેવી સિરીયલોમાં કામ કર્યું છે. તેમજ હોમ ડિલીવરી અને એમપીથ્રી : મેરા પહેલા પ્યાર જેવી ફિલ્મોનો પણ  હિસ્સો બન્યો હતો. 

સાલ ૨૦૧૯માં આશિષને લકવો થઇ ગયો હતો. ત્યારે પણ તે હોસ્પિટલમાં હતો અને પછીથી તે પોતાની બચતમાંથી ગુજરાન ચલાવતો હતો. પોતાની લેટેસ્ટ તસવીર તેણે કોફીના કપ સાથે શેર કરીહતી અને કેપ્શનમાં લખ્યું હતું કે, સવારની કોફી, સાકર વગરની, મારા ચહેરા પરનું આ હાસ્ય પણ ઉદાસીનતાનું છે...હે ભગવાન હવે મને તારી પાસે બોલાવી લે.