- જેસીપી સ્ટેડિયમમાં સાંજના 4.30થી 5.30 દરમિયાન થતી પ્રતિષ્ઠિત પરેડ સમારોહમાં પ્રસ્તુતિ કરશે
મુંબઇ : ઇમ્તિયાઝ અલીએ પોતાની ફિલ્મ મૈં વાપસ આઉંગા માટે સીમા સુરક્ષા બળના જવાનો અને મહિલા જવાનોને સમર્પિત કરતો એક વિશેષ કાર્યક્રમની ઘોષણા કરી છે. જય હો -બહાદુરોને શ્રદ્ધાંજલિ શીર્ષકનો આ કાર્યક્રમ ૭ જુનના રોજ અટારી બોર્ડર પર આયોજિત કરવામાં આવશે.આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું નેતૃત્વ પ્રખ્યાત સંગીતકાર અને ગાયક એઆર રહેમાન કરશે. જેસીપી સ્ટેડિયમમાં યોજાનારી ૪.૩૦થી ૫.૩૦ દરમિયાન પરેડ સમારોહમાં પ્રસ્તૃતિ કરશે.
આ કાર્યક્રમનો ઉદેશ્ય ભારતની સીમાઓ પર બીએસએફ જવાનોના સાહસ, બલિદાન અને સમર્પણને સમ્માનિત કરવાનો છે. આયોજકોના અનુસાર, આ આયોજન રાષ્ટ્રના પ્રતિ યોગદાન અને કૃતજ્ઞાતા વ્યક્ત કરવાનું છે.
આ કાર્યક્રમમાં રહેમાનની સાથેસાથે ફિલ્મ નિર્માતા ઇમ્તિયાઝ અલી અને અભિનેતા વેદાંગ રૈના પણ સામેલ હશે.ફિલ્મના સંગીત સાથે જોડાયેલા ઘણા ગાયકો જેવા કે મોહિત ચૌહાણ, પૂજા તિવારી અને નરગિસ પણ સામેલ હશે.


