Entertainment

ટાઇગર શ્રોફની નવી ફિલ્મનું દિગ્દર્શન અનુભવ સિંહા કરશે

By GS Team
24 Jul 20261 min read
TukuTouch Logo
'અસ્સી' જેવી સામાજિક ફિલ્મ બાદ અનુભવ સિંહા હવે એક મોટી એક્શન ફિલ્મ બનાવશે. ટી-સિરીઝના ભૂષણ કુમાર નિર્મિત આ ફિલ્મમાં ટાઇગર શ્રોફ અને વિદ્યુત જામવાલ પહેલીવાર સાથે જોવા મળશે. આ વર્ષના અંત સુધીમાં શૂટિંગ શરૂ થવાની શક્યતા છે. પ્રી-પ્રોડક્શન તબક્કે હાલ પટકથા અને એક્શન સ્ટાઇલ પર કામ ચાલી રહ્યું છે. મોટા બજેટની આ ફિલ્મ માટે ખાસ સેટ પણ બનશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ટાઇગર શ્રોફની નવી ફિલ્મનું દિગ્દર્શન અનુભવ સિંહા કરશે

અસ્સી બાદ એક્શન ફિલ્મ હાથ ધરશે
એક્શન ફિલ્મમાં ટાઇગર અને વિદ્યુત પહેલીવાર સાથે કામ કરશે

મુંબઇ : બોલિવુડના બે અલગ જ પ્રકારના એક્શન હીરોને લઇ અનુભવસિંહા એક મનોરંજક એક્શન ફિલ્મનું નિર્દેશન કરવા તૈયાર થઇ ગયા છે. 'અસ્સી 'જેવી સામાજિક ફિલ્મ બનાવનારા અનુભવસિંહાની આ ફિલ્મનંશ નિર્માણ ટી-સિરિઝના ભૂષણ કુમાર કરી રહ્યા છે.
આ વર્ષના અંત સુધીમાં આ ફિલ્મનું શૂટિંગ શરૂ થઇ જવાની શક્યતા છે. બંને એક્શન હીરોએ આ ફિલ્મ કરવા માટે તૈયાર હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. ટાઈગર શ્રોફની પાછલી તમામ ફિલ્મો નિષ્ફળ ગઈ છે. બીજી તરફ વિદ્યુત જામવાલ પણ સેલેબલ સ્ટાર ગણાતો નથી. આથી આ બંને કલાકારોને કાસ્ટ કરીને ભૂષણ કુમારે મોટું જોખમ ઉઠાવ્યું છે. જોકે, અનુભવ સિંહા આ બંનેની કેરિયરને નવો વળાંક આપી શકશે કે કેમ તેના પર નજર છે.
હાલ ફિલ્મ પ્રિ-પ્રોડકશન તબક્કે છે. ફિલ્મની પટકથા અને એક્શન સ્ટાઇલ પર કામ ચાલી રહ્યું છે. ફિલ્મ મોટા બજેટની એક્શન ફિલ્મ હોઇ એક્શન માટે ખાસ સેટ બનાવવાની પણ યોજના છે. ફિલ્મની બાકીની કાસ્ટ તથા અન્ય વિગતો બાદમાં જાહેર કરવામાં આવશે.