Entertainment

અનિલ કપૂરે તેલુગુ ફિલ્મ ડ્રેગનનું શૂટિંગ શરુ કર્યું

By GS Team
7 Aug 20261 min read
TukuTouch Logo
અનિલ કપૂર 46 વર્ષ પછી તેલુગુ સિનેમામાં 'ડ્રેગન' ફિલ્મથી પુનરાગમન કરી રહ્યા છે. તેમણે હૈદરાબાદમાં શૂટિંગ શરૂ કર્યું છે, જ્યાં તેઓ નાર્કોટિક્સ બ્યુરોના વડા રઘુવીર રાઠોડની ભૂમિકા ભજવશે. જુનિયર એનટીઆર સહકલાકાર છે. અનિલ કપૂરે 1980માં તેમની પ્રથમ તેલુગુ ફિલ્મ 'વંશવૃક્ષમ'ના સંસ્મરણો વાગોળ્યા હતા. તેમણે કાજોલ સાથે ફરી કામ કરવાની ઈચ્છા પણ વ્યક્ત કરી.

Summarized by AI; it may make mistakes. Check important info

અનિલ કપૂરે  તેલુગુ ફિલ્મ ડ્રેગનનું શૂટિંગ શરુ કર્યું
  • અનિલ કપૂરે ઈન્સ્ટા પર સંસ્મરણો વાગોળ્યાં
  • 46 વર્ષ બાદ અનિલ કપૂરનું તેલુગુ ફિલ્મોમાં પુનરાગમન : જુનિયર એનટીઆર સહકલાકાર

મુંબઈ : પ્રશાંત નીલ નિર્દેશિત 'ડ્રેગન' ફિલ્મમાં નાકોટિક્સ બ્યુરોના વડા રઘુવીર રાઠોડની ભૂમિકા ભજવી રહેલાં અનિલ કપૂરે હૈદરાબાદમાં શૂટિંગ શરૂ કરી દીધું છે. ૧૯૬૦ના દાયકાની પશ્ચાદભૂ ધરાવતી આ ફિલ્મમાં જુનિયર એનટીઆર હીરો તરીકે લુગારનું પાત્ર ભજવી રહ્યો છે.
આ પ્રસંગે સોશિયલ મિડિયા પર પોતાના તેલુગુ સિનેમા સાથેના સંસ્મરણો શેર કરતાં અનિલ કપૂરે જણાવ્યું હતું કે ૧૯૮૦માં મેં બાપુની ફિલ્મ 'વંશવૃક્ષમ'નું શૂટિંગ અહીં કર્યું હતું. મારી આ પ્રથમ તેલુગુ ફિલ્મમાં મને હીરો તરીકે રજૂ કરવામાં આવ્યો હતો. આ ફિલ્મના શૂટિંગ માટે મારે રોજ સવારે ચાર વાગ્યે ઉઠી જવું પડતું હતું.
આ અનુભવથી મારામાં આવેલી શિસ્તબદ્ધતા હજી મને કામ આવે છે. અનિલ કપૂર ૪૬ વર્ષ બાદ તેલુગુ સિનેમામાં 'ડ્રેગન' ફિલ્મથી પાછો ફરી રહ્યો છે.
અનિલ કપૂરે ઇન્સ્ટા પર કાજોલ સાથે રામોજી ફિલ્મ સિટીમાં ૧૯૯૯માં આવેલી તેની ફિલ્મ 'હમ આપ કે દિલ મેં રહતે હૈ'ના શૂટિંગની વાતો યાદ કરી હતી.
રસપ્રદ બાબત એ છે કે કાજોલના જન્મદિને જ અનિલ કપૂર ફરી રામોજી ફિલ્મ સીટીમાં શૂટિંગ શરૂ કરી રહ્યો હતો. અનિલ કપૂરે કાજોલ સાથે ફરી કામ કરવાની ઇચ્છા પણ વ્યક્ત કરી હતી.