Entertainment

સલમાનની બેટલ ઓફ ગલવાન માટે એક ઉત્સાહી સંગીતનું શૂટિંગ થશે

By GS Team
17 Oct 20251 min read
This article was originally published on 17 Oct 2025
સલમાનની બેટલ ઓફ ગલવાન માટે એક ઉત્સાહી સંગીતનું શૂટિંગ થશે

- આ દેશભક્તિનું ગીત દર્શકોમાં દેશભક્તિભાવ જગાવશે તેવી અપેક્ષા

મુંબઇ : સલમાન ખાન લાંબા સમયથી બેટલ ઓફ ગલવાનનું શૂટિંગ કરી રહ્યો છે. આ ફિલ્મને લઇને હવે અપડેટ છે કે, તેમાં એક ઉત્સાહી સૈન્ય ગીત ઉમેરવામાં આવશે. સલમાન ખાન આ દેશભક્તિ ગીતના સીકવન્સનું શૂટિંગ કરશે. 

ફિલ્મની ટીમને આશા છે કે આ ગીત દર્શકોના હૃદયને સ્પર્શી જશે,અને દેશભક્તિભાવ જગાવશે. ફિલમના બ્રેકગાઉન્ડને જોયા પછી દિગ્દર્શક અપૂર્વ લાખિયાએ અને સલમાન ખાનને આ ગીત સ્ટોરી માટે પરફ્કેટ સાબિત થશે એમ લાગી રહ્યું છે. 

રિપોર્ટમાં જણાવામાં આવ્યું છે કે, આ ગીત માટે ૬૦  બૈકગ્રાઉન્ડ ડાન્સર પણ જોડાશે.આ ગીત દર્શકોમાં દેશપ્રેમ જગાડશે તેવી તેમને આશા છે. સલમાન ખાન આ ગીત માટે ઉત્સાહિત છે. ફિલ્મનું નવું શેડયુલ ૧૦ ઓકટોબરથી શરૂ થઇ ગયું છે. 

હવે તે આ મહત્વપૂર્ણ ગીતના સીકવન્સ માટે શૂટિંગ કરી રહ્યો છે. આ ફિલ્મમાં અભિનેતા આર્મી સોલ્જરના રોલમાં જોવા મળવાનો છે.