અમિતાભ બચ્ચને મુંબઈમાં રૂ. 6.6 કરોડના 3 નવા પ્લોટ ખરીદ્યા, જન્મદિવસ પહેલાં જ અલીબાગમાં કર્યું હતું રોકાણ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Amitabh Bachchan Invests ₹6.6 Crore in Alibaug Real Estate : બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચને આજે 11 ઑક્ટોબરના રોજ તેમનો 83મો જન્મદિવસ ઉજવ્યો, પરંતુ તેમની જન્મદિવસની ઉજવણી પહેલાં જ તેમણે રિયલ એસ્ટેટમાં એક મોટું રોકાણ કરીને ચર્ચા જગાવી છે. અમિતાભ બચ્ચને પોતાના જન્મદિવસના થોડા દિવસો પહેલાં જ અલીબાગમાં કુલ ત્રણ નવા પ્લોટ ખરીદ્યા છે. આ ત્રણેય પ્લોટની કુલ કિંમત રૂ. 6.6 કરોડ રૂપિયા થાય છે અને તેનું કુલ ક્ષેત્રફળ 9557 વર્ગ ફૂટ છે.
અમિતાભ બચ્ચને ખરીદેલા આ પ્લોટ્સનું રજિસ્ટ્રેશન ઑક્ટોબર 7ના રોજ કરવામાં આવ્યું હતું. આ સોદા માટે 39.58 લાખ રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવામાં આવી હતી. આ ત્રણેય પ્લોટમાં સૌથી મોટો પ્લોટ નંબર 96 છે, જે 4047 ચોરસ ફૂટનો છે અને તેની અંદાજિત કિંમત 2.78 કરોડ રૂપિયા છે.
જ્યારે અન્ય બે પ્લોટ, નંબર 97 અને 98 ક્રમશઃ 2776 ચોરસ ફૂટ અને 2734 ચોરસ ફૂટનો છે, જેની કિંમત અનુક્રમે રૂ. 1.92 કરોડ અને રૂ. 1.88 કરોડ છે.
અલીબાગ બન્યું સેલિબ્રિટી હોટસ્પોટ:
ઉલ્લેખનીય છે કે, અમિતાભ બચ્ચને આ પહેલાં એપ્રિલ 2024માં પણ અલીબાગમાં રૂ. 10 કરોડ રૂપિયાનો 10,000 ચોરસ ફૂટનો એક મોટો પ્લોટ ખરીદ્યો હતો. મુંબઈની નજીક આવેલું અલીબાગ હવે સેલિબ્રિટીઓ માટે રોકાણનું કેન્દ્ર બની ગયું છે, જ્યાં શાહરુખ ખાન, કાર્તિક આર્યન, કૃતિ સેનોન, રણવીર સિંહ, દીપિકા પાદુકોણ, સુહાના ખાન, વિરાટ કોહલી, અનુષ્કા શર્મા સહિત અનેક મોટા સ્ટાર્સે રોકાણ કર્યું છે.









