Entertainment

ઇક્કા ટુમાંથી અક્ષય ખન્નાની બાદબાકી,હીરો સની યથાવત

By GS Team
8 Oct 20261 min read
TukuTouch Logo
મુંબઈમાં 'ઇક્કા'ની સફળતા પછી, નિર્દેશક સિદ્ધાર્થ પી. મલ્હોત્રા 'ઇક્કા 2' બનાવશે. સની દેઓલ ફરી હીરો બનશે, પરંતુ અક્ષય ખન્ના આ વખતે નહીં હોય. હાલ 'ઇક્કા 2'ની નવી વાર્તા લખાઈ રહી છે અને આવતા વર્ષથી તેનું પ્રોડક્શન શરૂ થશે. અક્ષયે 'દ્રશ્યમ 3' પણ છોડી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

ઇક્કા ટુમાંથી અક્ષય ખન્નાની બાદબાકી,હીરો સની યથાવત
  • હાલ ઇક્કા ટુની પટકથા લખવામાં આવી રહી છે
  • ઈક્કા ટુમાં નવી સ્ટોરી હશેઃ આવતાં વર્ષથી પ્રોડક્શન શરૂ કરવામાં આવશ

મુંબઇ : આ વર્ષની શરૂઆતમાં રજૂ થયેલી કોર્ટરૂમ ડ્રામા 'ઇક્કા'ને મળેલી સફળતાને પગલે નિર્દેશક સિદ્ધાર્થ પી. મલ્હોત્રા હવે 'ઇક્કા ટુ' બનાવવાની તૈયારીમાં લાગી ગયા છે. સની દેઓલ ફરી હિરો તરીકે રીપિટ થશે પરંતુ આ વખતે અક્ષય ખન્નાની બાદબાકી થઈ ગઈ છે.
જોકે, અક્ષય ખન્નાએ કયાં કારણોસર આ ફિલ્મ છોડી છે તે હજુ જાહેર કરાયું નથી. ઉલ્લેખનીય છે કે અગાઉ 'દ્રશ્યમ ટુ'માં ભૂમિકા ભજવનારા અક્ષય ખન્નાએ 'દ્રશ્યમ થ્રી'માં છેલ્લી ઘડીએ રોલ કરવાનો ઈનકાર કરી દીધો હતો.
હાલ 'ઇક્કા ટુ'ની સ્ટોરી લખાઇ રહી છે. એકવાર પટકથા લખાઇ જાય તે પછી આવતાં વર્ષથી ફિલ્મનું પ્રોડકશન શરૂ કરવામાં આવશે. સની દેઓલ નિતિશ તિવારીની 'રામાયણ'માં હનુમાનનું પાત્ર ભજવી રહ્યો છે જ્યારે 'ધુરંધર'ની સફળતા બાદ અક્ષય ખન્ના 'મહાકાલી' ફિલ્મમાં શુક્રાચાર્યની ભૂમિકા ભજવી રહ્યો છે. 'બોર્ડર' ફિલ્મમાં સની અને અક્ષયે સાથે કામ કર્યું તેના ત્રણ દાયકા બાદ કોર્ટરૂમ ડ્રામા 'ઇક્કા'માં તેઓ ફરી સાથે જોવા મળ્યા હતા.