Entertainment

અક્ષય ખન્ના અને અક્ષય કુમાર આગામી ફિલ્મમાં સાથે જોવા મળશે

By GS TEAM
14 Dec 20251 min read
અક્ષય ખન્ના અને અક્ષય કુમાર આગામી ફિલ્મમાં સાથે જોવા મળશે

- ધૂરંધરની સફળતા પછી અભિનેતા બોલિવૂડના માંધાતાઓની નજરમાં

મુંબઇ : રણવીર સિંહના લીડ રોલવાળી ધૂરંધર ફિલ્મમાં અક્ષય ખન્ના છવાઇ ગયો છે. દર્શકો પર પોતાના અભિનય ક્ષમતાનો પ્રભાવ છોડી ગયો છે.બોલિવુડના માંધાતાઓ હવે તેને ફિલ્મમાં સાઇન કરવા ઉત્સાહિત થયા છે. અભિનેતા  હવે અક્ષય કુમાર સાથે આગામી ફિલ્મમાં જોવા મળશે.હાલમાં જ અક્ષય કુમારની ભાગમ ભાગ ટુની ઘોષણા થઇ હતી. હવે આ ફિલ્મમાં મીનાક્ષી ચૌધરીની  એન્ટ્રી હોવાની સાથેસાથે અક્ષય ખન્નાનું નામ પણ ચર્ચામાં છે.એક રિપોર્ટ અનુસાર, અક્ષય કુમારની ભાગમ ભાગ ટુમાં અક્ષય ખન્નાને ફાઇનલ કરી દેવામાં આવ્યો છે.અક્ષય કુમાર અને અક્ષય ખન્ના કારકિર્દીમાં બીજી વખત સાથે કામ કરશ.ેઆ પહેલા તેમણએ તીસ માર ખાંમાં સાથે કામ કર્યું હતું.  

રિપોર્ટમાં વધુમાં જણાવામાં આવ્યું છે કે, ભાગમ ભાગ ટુનું શૂટિંગ ફેબુ્રઆરી મહિનાથી શરૂ કરવામાં આવશે અને એ વરસમાં જ રિલીઝ કરવામાં આવશે. 

ભાગમ ભાગ ટુનું દિગ્દર્શન રાજ શાંડિલ્ય કરશે જેણે ડ્રીમ ગર્લ ટુનું દિગ્દર્શન કર્યું હતું. અક્ષય ખન્ના મહાકાલી ફિલ્મમાં અસુરોના ગુરુ શંકચાર્યની ભૂમિકામાં પણ જોવા મળવાનો છે. 

૨૦૦૬માં રિલીઝ થયેલી ભાગમ ભાગમમાં અક્ષય કુમાર, ગોવિંદા, રાજપાલ યાદવ, પરેશ રાવળ, પ્રિયદર્શન, લારા દત્તા અને તનુશ્રી દત્તા તેમજ અન્યો જોવા મળ્યા હતા.