Get The App

અક્ષય ખન્ના, ઐશ્વર્યા રાયની તાલનો બીજો ભાગ આવશે

Updated: Apr 27th, 2026

GS TEAM

Google News
Google News
અક્ષય ખન્ના, ઐશ્વર્યા રાયની તાલનો બીજો ભાગ આવશે 1 - image

- સ્ક્રિપ્ટ તૈયાર હોવાનો સુભાષ ઘઈનો દાવો   

- પોતાની પાછલી કેટલીક ફિલ્મો કાસ્ટિંગમાં ભૂલને કારણે નહિ ચાલી હોવાની ઘઈની કબૂલાત   

મુંબઈ : અક્ષય ખન્ના, ઐશ્વર્યા રાય તથા અનિલ કપૂર જેવા કલાકારો ધરાવતી અને  અનેક સુપરહિટ ગીતો ધરાવતી ફિલ્મ 'તાલ' રજૂ થયાના ૨૭ વર્ષ બાદ હવે 'તાલ ટુ' બનાવવાની જાહેરાત સર્જક સુભાષ ઘઈએ કરી છે. 

તાજેતરમાં ઘઈએ કહ્યું હતું  કે આ ફિલ્મનો બીજો ભાગ  ક્યારે આવશે તે સવાલ મને વર્ષોથી પૂછાતો હતો. મને લાગે છે કે અત્યારે તે માટેનો સમય પાકી ગયો છે. 'તાલ ટુ'ની સ્ક્રિપ્ટ પણ લખાઈ ચૂકી છે એમ તેમણે કહ્યું હતું. 

ઘઈએ કહ્યું હતું કે 'તાલ ' ફિલ્મનું કાસ્ટિંગ પરફેક્ટ હતું. ઐશ્વર્યા અને અક્ષય ખન્ના તે વખતે એકદમ નવાં નવાં હતાં અને તેના કારણે ફિલ્મના પડદા પર તેમની એ ફ્રેશનેસ વર્તાતી હતી. અનિલ કપૂર તે વખતે પણ મોટો સ્ટાર હતો અને  ફિલ્મમાં પણ તેને એક અતિ મતલબી મોટા સ્ટાર તરીકે જ રજૂ કરાયો હતો. ઘઈએ સ્વીકાર્યું હતું કે પોતાની પાછલી કેટલીક  ફિલ્મો નબળાં કાસ્ટિંગને કારણે ફલોપ થઈ હતી.