અક્ષય ઓબેરોય 'આશ્રમ ફોર'ના શૂટિંગમાં બોબી દેઓલ સાથે જોડાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- જયપુરમાં ચાહકોના ધસારાને કારણે શૂટિંગ ખોરવાયું
- સુપર ફલોપ ટોક્સિક બાદ બીજી ફિલ્મ લવ લોટરીને દર્શકોનો સારો પ્રતિભાવ મળતાં અક્ષય ઓબેરોય ખુશ
મુંબઇ : 'ટોક્સિક' બોક્સ ઓફિસ પર ફલોપ ગયા બાદ તાજેતરમાં રીલિઝ થયેલી 'લવ લોટરી' ફિલ્મને હકારાત્મક પ્રતિસાદ મળવાને પગલે અક્ષય ઓબેરોય ખુશ થયો છે. હાલ 'આશ્રમ' સિરિઝની ચોથી સિઝનનું શૂટિગ આમેરમાં ચાલી રહ્યું છે તેમાં અક્ષય ઓબેરોય બોબી દેઓલ સાથે શૂટિંગમાં જોડાયો છે.
સાતમી ઓક્ટોબરે 'આશ્રમ ફોર'ના જયપુરમાં ચાલી રહેલાં શૂટિંગમાં ચાહકોના ટોળાં ઉમટી પડતાં શૂટિંગને આમેરમાં બીજા ૨૦ દિવસ માટે શિફ્ટ કરવામાં આવ્યું હતું. જ્યાં કોર્ડન કરેલાં એરિયામાં હાલ શાંતિથી શૂટિંગ કરવામાં આવી રહ્યું છે. બોબી દેઓલને જોવા માટે ચાહકોએ જયપુરમાં ધસારો કરતાં ઘણીવાર શૂટિંગમાં વિલંબ થયો હતો. બાબા નિરાલાની ભૂમિકા ભજવતાં બોબી દેઓલ સામે અક્ષય ઓબેરોયનું પાત્ર સીધી ટક્કરમાં ઉતરે છે.
પ્રકાશ ઝાની વેબસિરિઝ 'આશ્રમ ફોર'નું આ ત્રીજું શૂટિંગ શેડયુલ ચાલી રહ્યું છે.




