રૅમ્પ વોક કરતી વખતે અક્ષય કુમારે એવું કર્યુ કે યુઝર્સે મજાક ઉડાવી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Akshay Kumar Ramp walk : ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની ફિટનેસ, એક્ટિંગ અને અનુશાસન માટે જાણીતા ખિલાડી કુમાર એટલે કે અક્ષય કુમાર 12 વર્ષ પછી રેમ્પ વોક કરતા જોવા મળ્યા હતા. આ પહેલા અક્ષય કુમાર અલગ અલગ ડિઝાઇનર્સ માટે રેમ્પ વોક કરી ચૂક્યા છે. હવે 12 વર્ષ પછી તેમણે ફાલ્ગુની શેન પીકોક માટે રેમ્પ વોક કર્યું હતું. અક્ષયના આ રેમ્પ વોકની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. તેમાંથી એક વીડિયોમાં અક્ષય કુમાર હાથમાં પાંદડાવાળી ડાળીને સાથે લઈને ચાલતો જોવા મળે છે. અક્ષય કુમારના લુકની ખૂબ પ્રશંસા થઈ રહી છે, પરંતુ હાથમાં પાંદડાવાળી ડાળી સાથે જોવા મળતા કેટલાક લોકો તેમને ટ્રોલ પણ કરી રહ્યા છે.
આ પણ વાંચો: 'ક્યોંકી સાસ ભી કભી બહુ થી'ની નવી સીઝનમાં જાણો કોણ કોણ છે નવા ચહેરા
લોકોને પસંદ આવ્યો અક્ષયનો રોયલ ઇન્ડિયન લુક
રેમ્પ વોક પર અક્ષય કુમાર રોયલ ઇન્ડિયન લુકમાં જોવા મળ્યો હતો. અક્ષય કુમાર હાથીદાંતના બંધગલા શેરવાનીમાં રેમ્પ વોક કરતો જોવા મળ્યો હતો. આ સાથે તેણે બ્લેક સનગ્લાસ અને સિલ્વર કલરના જૂતા પહેર્યા હતા. અક્ષયનો આ લુક સોશિયલ મીડિયા પર ખૂબ ઝડપી વાયરલ થઈ રહ્યો છે.
કેમ ટ્રોલ થયો અક્ષય કુમાર
અક્ષય કુમારના જે વીડિયો સામે આવ્યા છે, તેમાંથી એકમાં અક્ષય કુમાર રેમ્પ પર આવે છે. રેમ્પની આસપાસ લીલા રંગના છોડ લગાવેલા હોય છે. વોક દરમિયાન અક્ષય કુમાર એક ડાળી ઉખાડી લે છે. પછી તે પાંદડાવાળી સાથે પોઝ આપે છે. તે ખૂબ જ સ્ટાઇલિશથી બેસે છે. હાથમાં પાંદડાવાળી ડાળી લઈને રેમ્પ વોક કરતાં કેટલાક લોકો અક્ષય કુમારને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરી રહ્યા છે.
શું કહી રહ્યા છે સોશિયલ મીડિયા યૂઝર્સ
આ રેમ્પ વોક પછી લોકો અક્ષય કુમારના ખૂબ જ વખાણ કરી રહ્યા છે. તો કેટલાક લોકોને તેમને ટ્રોલ કરી રહ્યા છે. એક યૂઝરે લખ્યું કે,આમાં મીઠો લીમડો લઈને આવવું કઈ મોટી વાત છે? તો અન્ય બીજા યૂઝરે લખ્યું પૈસા માટે માણસ શું શું કરે છે. તો અન્ય એક યૂઝરે લખ્યું કે, કડી પત્તા કુમાર. તો અન્ય એક યૂઝરે લખ્યું કે, થોડાક પાંદડા ખાઈને વિમલ પાન મસાવા છોડવાની કોશિશ કરતાં અક્ષય કુમાર.









