Entertainment

પહેલી ફિલ્મ સાથે જ છવાઈ ગયા હતા આ સ્ટાર્સ, રાતોરાત સ્ટારડમ મેળવ્યું પણ કારકિર્દી ફ્લોપ રહી

By GS TEAM
26 Jul 20252 mins read
TukuTouch Logo
બોલિવૂડના ઘણા એવા કલાકારો છે, જેમણે તેમની પહેલી ફિલ્મથી એક્ટિંગની દુનિયામાં ધમાલ મચાવી અનેક દર્શકોના દિલ જીતી લીધા. પણ પહેલી સુપરહિટ ફિલ્મ બાદ આ કલાકારો તેમની કારકિર્દીમાં કંઈ ખાસ કમાલ કરી ન શક્યા. હાલમાં જ અભિનેત્રી અનન્યા પાંડે ના કઝિન અહાન પાંડેનું બોલિવૂડમાં ડેબ્યૂ થયુ છે. અહાને તેની પહેલી ફિલ્મ 'સૈયારા' થી બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી. લોકો તેના લુક્સ અને એક્ટિંગના ખૂબ વખાણ કરી રહ્યા છે. જે રીતે અહાને પહેલી ફિલ્મમાં ધમાલ મચાવી તે રીતે તેની આવી કમાલ બીજી ફિલ્મમાં પણ જોવા મળશે કે પછી અન્ય કલાકારોની જેમ અહાનની બાકીની ફિલ્મ પણ ફ્લોપ રહેશે? ચાલો જાણીએ એવા કલાકાર વિશે જે પહેલી ફિલ્મમાં તો છવાઈ ગયા પણ પછી તેમની ઘણી ફિલ્મ ફ્લોપ રહી.

Summarized by AI; it may make mistakes. Check important info

પહેલી ફિલ્મ સાથે જ છવાઈ ગયા હતા આ સ્ટાર્સ, રાતોરાત સ્ટારડમ મેળવ્યું પણ કારકિર્દી ફ્લોપ રહી
Image source:instagram/IANS 

Actors Who Unexpectedly Lost Their Stardom: 
બોલિવૂડના ઘણા એવા કલાકારો છે, જેમણે તેમની પહેલી ફિલ્મથી એક્ટિંગની દુનિયામાં ધમાલ મચાવી અનેક દર્શકોના દિલ જીતી લીધા. પણ પહેલી સુપરહિટ ફિલ્મ બાદ આ કલાકારો તેમની કારકિર્દીમાં કંઈ ખાસ કમાલ કરી ન શક્યા. હાલમાં જ અભિનેત્રી અનન્યા પાંડે ના કઝિન અહાન પાંડેનું બોલિવૂડમાં ડેબ્યૂ થયુ છે. અહાને તેની પહેલી ફિલ્મ 'સૈયારા' થી બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી. લોકો તેના લુક્સ અને એક્ટિંગના ખૂબ વખાણ કરી રહ્યા છે. જે રીતે અહાને પહેલી ફિલ્મમાં ધમાલ મચાવી તે રીતે તેની આવી કમાલ બીજી ફિલ્મમાં પણ જોવા મળશે કે પછી અન્ય કલાકારોની જેમ અહાનની બાકીની ફિલ્મ પણ ફ્લોપ રહેશે? ચાલો જાણીએ એવા કલાકાર વિશે જે પહેલી ફિલ્મમાં તો છવાઈ ગયા પણ પછી તેમની ઘણી ફિલ્મ ફ્લોપ રહી. 

રાહુલ રોય

1990માં રાહુલ રોયે  'આશિકી' ફિલ્મથી બોલિવૂડની દુનિયામાં પગલું ભર્યું હતું. પરંતુ ત્યારબાદ તેની મોટાભાગની ફિલ્મો ફ્લૉપ રહી અને તેનું કરિયર રૂંધાઈ ગયું.

તુષાર કપૂર  

તુષારે 'મુજે કુછ કહેના હૈ' ફિલ્મથી એક્ટિંગની દુનિયામાં નામ કમાવવાનો પ્રયાસ કર્યો. તેનો આ પ્રયાસ સફળ પણ રહ્યો. 'મુજે કુછ કહેના હે' ફિલ્મને  દર્શકોનો ખૂબ પ્રેમ મળ્યો પણ ભવિષ્યમાં તે તેના પિતા જીતેન્દ્રની જેમ સ્ટારડમની  ઊંચાઈ ને સ્પર્શી ન શક્યો.

આ પણ વાંચો : એકટ્રેસે ચાલુ પાર્ટીની વચ્ચે એક્ટરને ફટકાર્યા ચપ્પલ, VIDEO વાયરલ

તનુશ્રી દત્તા 

તનુશ્રી દત્તાએ ઇમરાન હાશ્મી સાથે 'આશિક બનાયા આપને' ફિલ્મની એક્ટિંગ ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મથી તનુશ્રી ફિલ્મથી રાતોરાત ફેમસ થઈ ગઈ હતી, પરંતુ આજે તે ઇન્ડસ્ટ્રીથી ગાયબ છે.

ગાયત્રી જોશી

2004માં ગાયત્રી જોશીએ 'સ્વદેશ' ફિલ્મની ડેબ્યૂ કર્યું હતું. પહેલી ફિલ્મથી જ તેની કિસ્મત ચમકી.  તેની શાહરૂખ ખાન સાથે જોડીને દર્શકોએ ખૂબ જ  પસંદ કરી, પરંતુ ફિલ્મ બાદ તેણે લગ્ન કર્યા અને હવે તે ઇન્ડસ્ટ્રીથી દૂર થઈ ગઈ.

અનુ અગ્રવાલ

રાહુલ રોય સાથે અનુ અગ્રવાલે પણ 'આશિકી' ફિલ્મથી જ બોલિવૂડમાં એન્ટ્રી લીધી હતી. એવું લાગ્યું હતું કે તે ઇન્ડસ્ટ્રીની લોકપ્રિય અભિનેત્રી બનશે, પરંતુ તે કંઈ ખાસ કમાલ કરી શકી નહીં.