'ક્યોંકી સાસ ભી કભી બહુ થી'ની નવી સીઝનમાં જાણો કોણ કોણ છે નવા ચહેરા
![]() |
Image source:instagram/ smritiiraniofficial
kyunki saas bhi kabhi bahu thi season 2: એકતા કપૂરની સૌથી લોકપ્રિય સીરિયલ ‘ક્યુંકી સાસ ભી કભી બહુ થી’ ફરી એકવાર ટેલિવિઝનની દુનિયામાં ખાસ જગ્યા બનાવવા વાપસી કરી રહી છે. સીરિયલમાં હવે નવા સ્ટાર્સ સાથે ઘણા જૂના ચહેરા પણ જોડાવવા જઈ રહ્યા છે. હવે આ સીરિયલમાં 7 નવા ચહેરા જોવા મળશે. રિપોર્ટ મુજબ સીરિયલમાં તુલસી અને મિહિરની સાથે-સાથે વીરાની પરિવારની આગામી પેઢીમાં 7 નવા કલાકારો ની એન્ટ્રી થવા જઈ રહી છે.
![]() |
Image source:instagram/imrohitsuchanti
રોહિત સુચાંતી
આ સિઝનમાં રોહિત સુચાંતી પણ સીરીયલ નો ભાગ બનવા જઈ રહ્યો છે. રોહિત તુલસી અને મિહિરના દીકરા અંગદ વિરાણીની ભૂમિકામાં જોવા મળશે. પહેલા રોહિત 'ભાગ્ય લક્ષ્મી' સિરિયલમાં જોવા મળ્યો હતો.
આ સિઝનમાં રોહિત સુચાંતી પણ સીરીયલ નો ભાગ બનવા જઈ રહ્યો છે. રોહિત તુલસી અને મિહિરના દીકરા અંગદ વિરાણીની ભૂમિકામાં જોવા મળશે. પહેલા રોહિત 'ભાગ્ય લક્ષ્મી' સિરિયલમાં જોવા મળ્યો હતો.
![]() |
Image source:instagram/gandhi_aman_ |
અમન ગાંધી
આ સીરિયલમાં અમન ગાંધી પણ જોવા મળશે તે તુલસીના દીકરાની ભૂમિકા ભજવશે સીરિયલમાં તેનું નામ ઋતિક વિરાની છે. અમને પહેલાં પણ રોહિત સાથે 'ભાગ્ય લક્ષ્મી' માં જોવા મળ્યો હતો.![]() |
Image source:instagram/ shagun__sharma
શગુન શર્મા
સીરિયલમાં શગુન શર્મા તુલસીની દીકરી 'પરી' ની ભૂમિકા ભજવી રહી છે. શગુને પહેલા ''યે હૈ ચાહતે'' સીરિયલમાં પણ જોવા મળી છે. લોકો તેની એક્ટિંગના ખૂબ વખાણ પણ કર્યા હતા.![]() |
Image source:instagram/ ankitbhatia14
અંકિત ભાટિયા
એકતા કપૂરે આ સીરિયલમાં અંકિત ભાટિયાને પણ ચાન્સ આપ્યો છે. તે વર્ધન પટેલની ભૂમિકામાં જોવા મળશે. વર્ધન પટેલ સીરિયલની કહાણીમાં એક મહત્વપૂર્ણ વળાંક લેશે, જે આ સીરિયલને વધુ રોમાંચક બનાવશે.![]() |
Image source:instagram/tanishaamehta_ |
તનીષા મહેતા
સીરિયલમાં તનીષા મહેતા વૃંદા પટેલની ભૂમિકામાં જોવા મળશે, અગાઉ તનીષા 'લગ જા ગલે' સીરિયલમાં કામ કરી ચૂકી છે.![]() |
Image source:instagram
પ્રાચી સિંહ
એક્ટ્રેસ પ્રાચી સિંહ 'પ્યાર કી રાહેં' સીરિયલથી ખૂબ ફેમસ થઈ હતી. તે હવે 'ક્યોંકી સાસ ભી કભી બહુ થી ની બીજી સિઝનમાં આનંદી પટેલ ની ભૂમિકામાં જોવા મળશે.![]() |
Image source:instagram/barkhasengupta
બરખા બિષ્ટ
ટેલિવિઝનની સૌથી લોકપ્રિય એક્ટ્રેસમાંથી એક બરખા બિષ્ટ પણ આ સિઝનમાં દેખાશે. બરખા સીરિયલમાં ખૂબ જ મહત્વપૂર્ણ પાત્ર ભજવશે. તે મિહિરની પ્રેમિકાની ભૂમિકામાં જોવા મળશે. સીરિયલમાં આ પાત્ર મસાલો ઉમેરશે. અગાઉના સિઝનમાં મિહિરની પ્રેમિકાની ભૂમિકામાં મંદિરા બેદી જોવા મળી હતી.