VIDEO: અક્ષય કુમારની હોરર કોમેડી ફિલ્મ 'ભૂત બંગલા'ની રિલીઝ ડેટ બદલાઈ, એક્ટરે શેર કર્યું ટીઝર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Akshay Kumar's Bhooth Bangla Release Date: અક્ષય કુમારની હોરર કોમેડી ફિલ્મ 'ભૂત બંગલા'ની નવી રિલીઝ ડેટ સામે આવી છે. ગત જાન્યુઆરી મહિનામાં ફિલ્મ મેકર બાલાજી મોશન પિક્ચર્સે એલાન કર્યું હતું કે, આ ફિલ્મ મે, 2026માં સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવશે. જોકે, હવે ફિલ્મ રિલીઝની નવી તારીખ જાહેર કરવામાં આવી છે. આ સાથે અક્ષય કુમારે ફિલ્મનું ટીઝર પણ શેર કર્યું છે.
ફિલ્મ 'ભૂત બંગલા'ની નવી રિલીઝ ડેટ સામે આવી
અક્ષય કુમારની આગામી ફિલ્મ 'ભૂત બંગલા'ને લઈને ફિલ્મ મેકર્સ દ્વારા શનિવારે (7 ફેબ્રુઆરી) ફિલ્મની રિલીઝ ડેટ બદલી હોવા અંગે જાણકારી આપી હતી. જેમાં જણાવ્યું હતું કે, આ ફિલ્મ આગામી 10 એપ્રિલના રોજ સિનેમાઘરોમાં રિલીઝ કરાશે. આ ફિલ્મનું ડાયરેક્શન પ્રિયદર્શને કર્યું છે.
અક્ષય કુમારે સોશિયલ મીડિયા માધ્યમ 'X' પર ફિલ્મનું ટીઝર શેર કર્યુ છે. જેમાં એક બ્લેક કેટ જોવા મળે છે. આ પોસ્ટમાં અક્ષય ફિલ્મની નવી રિલીઝ ડેટને લઈને માહિતીગાર કરે છે.
આ પણ વાંચો: હેરા ફેરી 3ના હક્ક ફિરોઝ નડિયાદવાળા પાસે ન હોવાના સાઉથના નિર્માતાનો દાવો
એકતા કપૂરે કરી પોસ્ટ
આ દરમિયાન પ્રોડ્યુસર એકતા કપૂરે પણ ભૂત બંગલાની રિલીઝને લઈને સોશિયલ મીડિયામાં એક પોસ્ટ શેર કરી છે. જેમાં તેમણે લખ્યું છે કે, "નાગિન પછી 'ભૂત બંગલા' ટૂંક સમયમાં તેના દરવાજા ખોલશે! જેની 15 વર્ષથી રાહ જોવાઈ રહી હતી, હવે તેનો અંત આવશે."









