Entertainment

અજય દેવગણે કારગીલમાં ફિલ્મ ચૌહાણનું શૂટિંગ શરૂ કરી દીધું

By GS Team
11 Oct 20261 min read
TukuTouch Logo
અજય દેવગણે નિર્માતા આનંદ એલ.રાય સાથેની પ્રથમ ફિલ્મ ‘ચૌહાણ’નું કારગીલમાં શૂટિંગ શરૂ કર્યું છે. અજયે અગાઉ પણ લદ્દાખમાં શૂટિંગ કર્યું છે. 2003માં જેપી દત્તાની ‘એલઓસી: કારગીલ’ના દ્રશ્યો અહીં ફિલ્માવાયા હતા. આ ફિલ્મ 1 ઓક્ટોબર 2027ના રોજ રિલીઝ થશે. 'પઠાણો સે કહેના, ચૌહાણ આ રહા હૈ' સંવાદ સાથે ફિલ્મની જાહેરાત કરાઈ હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

અજય દેવગણે કારગીલમાં ફિલ્મ ચૌહાણનું શૂટિંગ શરૂ કરી દીધું
  • આનંદ એલ.રાય સાથે અજયની પહેલી ફિલ્મ ચૌહાણ
  • અજયે ચૌહાણના શૂટિંગ માટે આગોતરી મંજૂરીઓ મેળવી હોઇ હાલ કારગીલમાં શૂટિંગ ચાલી રહ્યું છે

મુંબઇ : અજય દેવગણે તેની આગામી ફિલ્મ ચૌહાણનું શૂટિંગ કારગીલમાં શરૂ કરી દીધું છે. નિર્માતા આનંદ એલ.રાય સાથે અજય દેવગણની આ પહેલી ફિલ્મ છે.
થોડા દિવસ અગાઉ અજયે કારગીલ પહોંચી ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું હતું.
અજય દેવગણે અગાઉ પણ લદ્દાખમાં શૂટિંગ કરેલું છે. ૨૦૦૩માં આવેલી જેપી દત્તાની ફિલ્મ એલઓસી: કારગીલના મહત્વના સીનનું આ પર્વતાળ પ્રદેશમાં શૂટિંગ કરવામાં આવ્યું હતું. એ સમયે લદ્દાખ જમ્મુ અને કાશ્મીર રાજ્યનો હિસ્સો હતું. ૨૦૧૯માં તે અલગ કેન્દ્રશાસિત પ્રદેશ બન્યું છે જેના બે પાટનગર લેહ અને કારગીલ છે.
ચૌહાણની જાહેરાત ૨૫ જુને અજયના પિતા એક્શન ડાયરેક્ટર વીરૂ દેવગણના જન્મદિને કરવામાં આવી હતી. ફિલ્મની જાહેરાતના વિડિયોમાં સંવાદ રજૂ કરવામાં આવ્યો હતો કે પઠાણો સે કેહના, ચૌહાણ આ રહા હૈ.
ફિલ્મને પહેલી ઓક્ટોબર ૨૦૨૭માં થિયેટર્સમાં રિલિઝ કરવામાં આવશે.