Entertainment

શાહરુખ-આલિયા સાથે અણબનાવ? ઈન્સ્ટા પર અનફોલો કરવા મુદ્દે કરણ જોહરે તોડ્યું મૌન!

By GS Team
29 May 20263 mins read
TukuTouch Logo
બોલિવૂડ ફિલ્મમેકર કરણ જોહર સોશિયલ મીડિયા પર પોતાના એક પગલાંને કારણે જોરદાર ચર્ચામાં આવ્યો છે. તાજેતરમાં જ કરણ જોહરે અચાનક ઇન્સ્ટાગ્રામ પર બોલિવૂડના અનેક મોટા કલાકારોને અનફોલો કરી દીધા હતા, જેના કારણે ઇન્ટરનેટ પર અફવાઓનું બજાર ગરમ થઈ ગયું હતું. લોકો અટકળો લગાવી રહ્યા હતા કે શું કરણ જોહરને પોતાના ઈન્ડસ્ટ્રીના મિત્રો સાથે કોઈ અણબનાવ થયો છે? જોકે, હવે આ તમામ અટકળો અને અફવાઓ પર પૂર્ણવિરામ મૂકતાં કરણ જોહરે પોતે જ આ પાછળનું અસલી કારણ જાહેર કર્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

શાહરુખ-આલિયા સાથે અણબનાવ? ઈન્સ્ટા પર અનફોલો કરવા મુદ્દે કરણ જોહરે તોડ્યું મૌન!
(IMAGE - IANS)

Karan Johar digital detox: બોલિવૂડ ફિલ્મમેકર કરણ જોહર સોશિયલ મીડિયા પર પોતાના એક પગલાંને કારણે જોરદાર ચર્ચામાં આવ્યો છે. તાજેતરમાં જ કરણ જોહરે અચાનક ઇન્સ્ટાગ્રામ પર બોલિવૂડના અનેક મોટા કલાકારોને અનફોલો કરી દીધા હતા, જેના કારણે ઇન્ટરનેટ પર અફવાઓનું બજાર ગરમ થઈ ગયું હતું. લોકો અટકળો લગાવી રહ્યા હતા કે શું કરણ જોહરને પોતાના ઈન્ડસ્ટ્રીના મિત્રો સાથે કોઈ અણબનાવ થયો છે? જોકે, હવે આ તમામ અટકળો અને અફવાઓ પર પૂર્ણવિરામ મૂકતાં કરણ જોહરે પોતે જ આ પાછળનું અસલી કારણ જાહેર કર્યું છે.

મિત્રો સાથે ઝઘડો નહીં, પણ આ 'ખાસ' કારણથી લીધો નિર્ણય

પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર સ્પષ્ટતા કરતા કરણ જોહરે જણાવ્યું છે કે, સેલેબ્સને અનફોલો કરવાનો નિર્ણય કોઈ અંગત વિવાદ કે ઝઘડાના કારણે નથી લેવાયો, પરંતુ આ એક માત્ર 'ડિજિટલ ડિટોક્સ'(Digital Detox) છે. કરણે સોશિયલ મીડિયા પર ગુસ્સો વ્યક્ત કરતા લખ્યું, 'આ એક ડિજિટલ ડિટોક્સ છે! ઇન્સ્ટાગ્રામ પર મારો સમય અને એનર્જીનો બગાડ ઓછો કરવા માટે હું દરેકને અનફોલો કરી રહ્યો છું! ભગવાન માટે, આ કઈ નેશનલ ન્યૂઝ ન હોઈ શકે... મહેરબાની કરીને ક્લિકબેટ માટે કોઈ બીજો મુદ્દો શોધો! આ બિલકુલ બિનજરૂરી બાબત છે!'


શાહરૂખ-આલિયા સહિત આ દિગ્ગજોને કર્યા અનફોલો, પણ આ અભિનેત્રી બચી ગઈ!

આ પહેલા નેટીઝન્સે નોટિસ કર્યું હતું કે કરણ જોહરના ઇન્સ્ટાગ્રામ ફોલોઇંગ લિસ્ટમાંથી બોલિવૂડના મોટા-મોટા નામો ગાયબ થઈ ગયા હતા. કરણે શાહરૂખ ખાન ઉપરાંત કરીના કપૂર ખાન, મલાઈકા અરોરા, આલિયા ભટ્ટ, વરુણ ધવન, સિદ્ધાર્થ મલ્હોત્રા, કાર્તિક આર્યન, અનન્યા પાંડે અને સેલિબ્રિટી ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રા જેવા નજીકના મિત્રોને પણ અનફોલો કરી દીધા હતા. જોકે, સૌથી રસપ્રદ વાત એ રહી કે આ બધાની વચ્ચે પણ ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરા હજી પણ કરણના ફોલોઇંગ લિસ્ટમાં સામેલ છે, જેના કારણે સોશિયલ મીડિયા પર ચર્ચા વધુ જોર પકડ્યું હતું.

17 મિલિયનથી વધુ ફોલોઅર્સ, પણ લિસ્ટમાં માત્ર આટલા જ લોકો

કરણ જોહર સોશિયલ મીડિયા પર ભારે લોકપ્રિયતા ધરાવે છે અને ઇન્સ્ટાગ્રામ પર તેના 17 મિલિયન (1.7 કરોડ)થી પણ વધુ ફોલોઅર્સ છે. પરંતુ આ ડિજિટલ ડિટોક્સના કારણે એક સમયે તેના અકાઉન્ટમાં ફોલોઇંગની સંખ્યા ઘટીને માત્ર 78 થઈ ગઈ હતી. કરણ હવે પોતાનો કિંમતી સમય સોશિયલ મીડિયા સ્ક્રોલ કરવામાં બગાડવા નથી માંગતો અને તેથી જ તેણે આ નિર્ણય લીધો છે.

આ પણ વાંચો: આમિરના વાંધાવચકાને કારણે થ્રી ઈડિયટસની સીકવલ પાછી ઠેલાશે

બોક્સ ઓફિસ પર કરણ જોહરના આગામી પ્રોજેક્ટ્સ

જો કરણ જોહરના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, તાજેતરમાં જ તેના પ્રોડક્શન હાઉસ હેઠળ બનેલી ફિલ્મ 'ચાંદ મેરા દિલ' રિલીઝ થઈ હતી, જેમાં લક્ષ્ય અને અનન્યા પાંડે મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મને દર્શકો તરફથી મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો અને બોક્સ ઓફિસ પર તે એવરેજ રહી હતી. હવે આગામી સમયમાં કરણ જોહર એક મોટા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો છે, જેમાં તે કાર્તિક આર્યનની મુખ્ય ભૂમિકાવાળી ફિલ્મ 'નાગઝિલા' (Naagzilla) પ્રોડ્યુસ કરશે, જેને લઈને ફેન્સમાં ભારે ઉત્સાહ છે.