Entertainment

નયનતારા શાહરુખ બાદ હવે સલમાન ખાન સાથે ફિલ્મમાં

By GS Team
8 Mar 20261 min read
નયનતારા શાહરુખ બાદ હવે સલમાન ખાન સાથે ફિલ્મમાં

- સાઉથના વામસી પેઈડપલ્લી ડિરેક્ટ કરશે   

- અગાઉ નયનતારાની તેલુગુ ફિલ્મ ગોડફાધરમાં સલમાને કેમિયો કર્યો હતો

મુંબઈ: અગાઉ શાહરુખ ખાન સાથે 'જવાન' ફિલ્મમાં દેખાયેલી સાઉથની ટોચની હિરોઈન નયનતારા હવે સલમાન ખાન સાથે પણ એક ફિલ્મમાં કામ કરવાની છે. નયનતારા અને સલમાનનું આ બીજું  કોલબરેશન હશે. અગાઉ નયનતારાની તેલુગુ ફિલ્મ 'ગોડમધર'માં સલમાન કેમિયો કરી ચૂક્યો છે. 

જોકે, સાઉથના ડિરેક્ટર વામસી પેઈડપલ્લી દ્વારા દિગ્દર્શિત નવી ફિલ્મ  સમગ્ર ભારતભરમાં રજૂઆત કરવાના હેતુથી બનાવવામાં આવી રહી છે. ફિલ્મનું ટાઈટલ હજુ જાહેર થયું નથી. એવું મનાય છે કે નયનતારા આ ફિલ્મમાં લીડ હિરોઈનની ભૂમિકા ભજવશે. 

આ ફિલ્મનું શૂટિંગ મોટાભાગે આવતા મહિનાથી શરુ થાય તેવી સંભાવના છે.