ફિલ્મ પદ્માવતમાં ગર્ભવતીના જૌહર પર સ્વરા ભાસ્કરનું વિવાદિત નિવેદન, સંજય લીલા ભંસાલીને પત્ર લખી કહ્યું-'આ કાયરતા છે'
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Swara Bhasker Padmaavat Jauhar Scene Criticism: બોલીવુડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કર પોતાના વિવાદીત નિવેદનો માટે જાણીતી છે. આ વખતે તેણે દીપિકા પાદુકોણની 2018માં આવેલી ચર્ચિત ફિલ્મ 'પદ્માવત' માં દર્શાવવામાં આવેલા 'જૌહર' (સામૂહિક આત્મદાહ) ના સીન પર તીખી ટીકા કરીને એક નવી ચર્ચાને વેગ આપ્યો છે. 31 ઓગસ્ટે દિલ્હીના ઇન્ડિયા ઇન્ટરનેશનલ સેન્ટર ખાતે આયોજિત 'વુમન લાઈફ ફ્રીડમ' ટોકમાં બોલતા તેણે સંજય લીલા ભંસાલીની આ ફિલ્મ સામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા.
શું છે નવો વિવાદ?
કાર્યક્રમ દરમિયાન સ્વરા ભાસ્કરે કહ્યું કે, ફિલ્મમાં દર્શાવવામાં આવેલો જૌહરનો સીન બળાત્કાર પીડિતો (રેપ સર્વાઇવર્સ) ને ખોટો સંદેશ આપે છે. સ્વરાએ કહ્યું, 'હું ફિલ્મ જોઈ રહી હતી, ત્યારે મને વિચાર આવ્યો કે, જો હું રેપ સર્વાઇવર હોત, તો આ ફિલ્મ મને શું સંદેશ આપી રહી છે? મને એવું લાગતું કે, પોતાની ઇજ્જત બચાવવા આત્મહત્યા ન કરીને હું કાયરની જેમ જીવી રહી છું. શું આપણે સર્વાઇવર્સને એવું કહેવા માંગીએ છીએ કે, જો તેઓ ખરેખર સન્માનિત અને સાહસી સ્ત્રી હોત તો તેમણે જીવ આપી દીધો હોત?'
કયા શોટ પર સ્વરાએ વાંધો ઉઠાવ્યો?
સ્વરાએ આગળ જણાવ્યું કે, 'ફિલ્મમાં એક ગર્ભવતી મહિલાના પેટનો ક્લોઝ-અપ શોટ બતાવવામાં આવ્યો હતો, જે જૌહર કરવા જઈ રહી હતી. શું એ ભ્રૂણને જન્મ લેવાનો કોઈ હક નથી, કારણ કે ભવિષ્યમાં કોઈ મુસ્લિમ શાસક દ્વારા તેનો બળાત્કાર થઈ શકે છે? આ દ્રશ્ય જોઈને હું ખૂબ ગુસ્સામાં હતી. પાંચ દિવસ પછી મેં દિગ્દર્શક સંજય લીલા ભંસાલીને ખુલ્લો પત્ર લખ્યો હતો.'
સોશિયલ મીડિયા પર લોકોની તીખી પ્રતિક્રિયા
સ્વરા ભાસ્કરના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર લોકોનો ભારે વિરોધ જોવા મળી રહ્યો છે.
ઇતિહાસ અને બહાદુરી: યુઝર્સે તર્ક આપ્યો કે, મધ્યકાલીન આક્રમણકારોની બર્બરતા સામે દાસી બનીને જીવવાને બદલે જૌહર કરવું એ અપ્રતિમ સાહસ અને બહાદુરીનું પ્રતિક હતું, કાયરતા નહીં.
બૌદ્ધિક અંધાપો: અન્ય એક યુઝરે લખ્યું કે સ્વરા મધ્યકાલીન અત્યાચારની તુલના આધુનિક સમય સાથે કરીને ખોટી સમાનતા દર્શાવી રહી છે. ઐતિહાસિક તથ્યોને નકારીને જૌહરને કાયરતા કહેવું એ માત્ર દુર્ભાવનાપૂર્ણ માનસિકતા છે.
ફિલ્મ 'પદ્માવત' નો ક્લાઇમેક્સ સીન
ફિલ્મ 'પદ્માવત' ના અંતમાં જ્યારે અલાઉદ્દીન ખિલજી (રણવીર સિંહ) ની સેના ચિત્તોડગઢના કિલ્લામાં પ્રવેશ કરે છે, ત્યારે રાણી પદ્માવતી (દીપિકા પાદુકોણ) દુશ્મનોના હાથે બંદી બનવા અને અપમાનિત થવાથી બચવા માટે કિલ્લાની અન્ય સ્ત્રીઓ સાથે જૌહરની અગ્નિમાં સમર્પિત થઈ જાય છે.




