24 વર્ષ પહેલા હોરર ફિલ્મમાં દેખાયેલી અભિનેત્રી હવે પહાડોમાં રહીને ખેતી કરે છે, મુસ્લિમ સાથે કર્યા લગ્ન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Malini Sharma Raaz Malti : વર્ષ 2002 માં રિલીઝ થયેલી બ્લોકબસ્ટર હોરર ફિલ્મ 'રાજ' માં બિપાશા બાસુ અને ડિનો મોરિયા મુખ્ય ભૂમિકામાં હતા. પરંતુ આ ફિલ્મમાં 'માલતી' નો ખૌફનાક રોલ ભજવનાર અભિનેત્રી માલિની શર્માએ પોતાના નાનકડા રોલથી દર્શકોના મન પર ઊંડી છાપ છોડી હતી. ફિલ્મ સુપરહિત થયા બાદ માલિની અચાનક ગ્લેમર દુનિયામાંથી ગાયબ થઈ ગઈ હતી. હવે 24 વર્ષ પછી તેના વિશે મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. માલિની શર્મા હાલમાં પૂણેથી આશરે 2 કલાકના અંતરે આવેલી સહ્યાદ્રિની સુંદર ટેકરીઓમાં પોતાના આશિયાનામાં એકાંત જીવન જીવી રહી છે.
ખેતીકામ અને ફાર્મસ્ટે ચલાવીને ગુજારે છે જિંદગી
અભિનેત્રી માલિની શર્માએ બોલિવૂડ અને મોડેલિંગની દુનિયાથી સંપૂર્ણ અંતર જાળવીને પોતાને કુદરત સાથે જોડી દીધી છે. તે પોતાના ફાર્મમાં શાકભાજી અને ફળો ઉગાડે છે તેમજ ખેતી કરે છે. આ ઉપરાંત તે પોતાના ઘરને જ એક ફાર્મસ્ટે તરીકે ચલાવે છે, જ્યાં આવતા પ્રવાસીઓનું તે પોતે સ્વાગત કરે છે અને તેમને પોતાના હાથે રસોઈ બનાવીને ખવડાવે છે. તાજેતરમાં સામે આવેલા વીડિયોમાં તેને ઓળખવી મુશ્કેલ બની ગઈ છે. ગ્લેમરસ લુકથી દૂર તેના વાળ હવે સફેદ થઈ ગયા છે, પરંતુ તેના ચહેરા પર કુદરતી સુંદરતા અને શાંતિ સ્પષ્ટ દેખાય છે.
સોશિયલ મીડિયા પર 'ધ સ્લો લોકલ' નામથી એકાઉન્ટ
માલિની શર્મા સોશિયલ મીડિયા પર સક્રિય છે, પરંતુ તે પોતાના સેલિબ્રિટી નામથી નહીં પણ 'ધ સ્લો લોકલ' (The Slow Local) નામના પેજથી અકાઉન્ટ ચલાવે છે. તે પોતાના વીડિયોમાં ખેતી અને કુદરતી વાતાવરણ વિશે વાતો કરતી જોવા મળે છે. એક વીડિયો પર ફેને કરેલી કોમેન્ટના જવાબમાં તેણે ખુલાસો કર્યો હતો કે તેણે બીજા લગ્ન એક પઠાણ સાથે કર્યા છે. આ સાથે તેણે સ્પષ્ટ કર્યું હતું કે ભૂતપૂર્વ પતિ અને એક્ટર પ્રિયાંશુ ચેટર્જી સાથે હવે તેનો કોઈ સંપર્ક નથી.
'સાવન મેં લગ ગયી આગ' થી બનાવી હતી ઓળખ
ફિલ્મ 'રાજ' માં કામ કરતા પહેલાં માલિની શર્મા ગાયક મીકા સિંહના પ્રખ્યાત મ્યુઝિક વીડિયો 'સાવન મેં લગ ગયી આગ' માં જોવા મળી હતી, જેનાથી તેને મોટી ઓળખ મળી હતી. તે પછી તેણે કેટલાક ટીવી શો અને વીડિયો કર્યા હતા. એક્ટર પ્રિયાંશુ ચેટર્જી સાથે વર્ષ 2001 માં છૂટાછેડા લીધા બાદ અને 'રાજ' ફિલ્મ રિલીઝ થયાના થોડા સમય પછી તેણે ઇન્ડસ્ટ્રીને અલવિદા કહી દીધું હતું.




