Entertainment

ડભોઇ રોડ પર ચોરી કરવા ઘુસેલો આરોપી રંગેહાથ ઝડપાયો

By GS Team
17 Aug 20251 min read
This article was originally published on 17 Aug 2025
ડભોઇ રોડ  પર ચોરી કરવા ઘુસેલો આરોપી રંગેહાથ ઝડપાયો

વડોદરા,ડભોઇ રોડ સોમા તળાવ પાસે મહેશ નગરમાં ચોરી કરવા ઘુસેલા બે પૈકીના એક ચોરને પોલીસે રંગેહાથ ઝડપી પાડયો છે.

પાણીગેટ પોલીસનો સ્ટાફ નાઇટ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન કંટ્રોલ રૃમ તરફથી મેસેજ મળ્યો હતો કે,સોમા તળાવ  મહેશ નગરમાં ચોર આવ્યો છે. જેથી, પાણીગેટ પોલીસનો સ્ટાફ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. ચોરી કરનાર આરોપી એક મકાનમાંથી ચોરી કરીને બીજા મકાનમાં ચોરી કરવા ઘુસ્યો હતો. પોલીસને જોઇને આરોપીઓ ભાગ્યા હતા. પરંતુ,પોલીસે પીછો કરીને એક આરોપીને ઝડપી પાડયા હતા. પકડાયેલા આરોપી ગોવિંદા ઉર્ફે બચ્ચુ અજીતસિંહ સિકલીગર (રહે. મહાકાલી સોસાયટી, બરોડા સ્કૂલની બાજુમાં, દંતેશ્વર) પાસેથી પોલીસે  સોના - ચાંદીના દાગીના અને ચોરી કરવાના સાધનો સહિત ૨૯,૧૦૦ રૃપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપી અગાઉ ત્રણ ગુનામાં પકડાયો હતો.