Entertainment

60 વર્ષની વયે આમિર ખાને ઘટાડ્યું 18 કિલો વજન, જાણો એની ડાયેટ્સ અને ફિટનેસ ટિપ્સ

By GS Team
20 Sep 20263 mins read
TukuTouch Logo
બોલિવૂડ અભિનેતા આમિર ખાને 60 વર્ષની ઉંમરે 18 કિલો વજન ઘટાડીને લોકોને પ્રેરણા આપી છે. તેમણે માઈગ્રેનની સમસ્યાથી છુટકારો મેળવવા 'એન્ટી-ઈન્ફ્લેમેટરી ડાયેટ' અપનાવ્યું હતું. આ ડાયેટમાં ખાંડ, મેંદો અને પ્રોસેસ્ડ ફૂડ ટાળી, ડાર્ક ચોકલેટ, ગ્રીન ટી, એવોકાડો જેવા હેલ્ધી ખોરાકનો સમાવેશ કર્યો હતો. નિયમિત હળવી કસરત અને પૂરતી ઊંઘ સાથે, તેમણે થોડા મહિનામાં આ સિદ્ધિ મેળવી.

Summarized by AI; it may make mistakes. Check important info

60 વર્ષની વયે આમિર ખાને ઘટાડ્યું 18 કિલો વજન, જાણો એની ડાયેટ્સ અને ફિટનેસ ટિપ્સ

Aamir Khan Fitness Routines: સામાન્ય રીતે 60 વર્ષની ઉંમરને વૃદ્ધાવસ્થા ગણવામાં આવે છે, જેમાં લોકો શરીરને આરામ આપવાનું પસંદ કરે છે, પરંતુ આમિર ખાને સાબિત કરી દીધું છે કે ઉંમર માત્ર એક નંબર છે. તેમણે 60ની ઉંમરે 18 કિલો વજન ઘટાડીને લોકોને સીધો પડકાર ફેંક્યો કે તમે કોઈ પણ ઉંમરે વજન ઘટાડી શકો છો. ખાસ વાત એ છે કે તેમણે આ વજન કોઈ પણ કઠિન વર્કઆઉટ, જીમ કે ડાયેટ વગર ઘટાડ્યું છે. હવે તમે વિચારતા હશો કે વર્કઆઉટ વગર વજન કેવી રીતે ઘટી શકે, તો એવા ઘણા ડાયેટ પ્લાન છે જેનાથી તમે વધારે વર્કઆઉટ કર્યા વિના વજન ઘટાડી શકો છો. તો ચાલો તમને આમિર ખાનના ડાયેટ અને ફિટનેસ રૂટિન વિશે વિગતવાર જણાવીએ.

માઈગ્રેન બની ગઈ હતી સમસ્યા

આમિર ખાનને માઈગ્રેનની સમસ્યા હતી. તેનાથી રાહત મેળવવા માટે તેણે 'એન્ટી-ઈન્ફ્લેમેટરી ડાયેટ' (Anti-inflammatory diet) શરૂ કર્યું હતું. આ ડાયેટમાં કેટલીક વસ્તુઓથી પરેજ કરવો પડે છે અને કેટલીક હેલ્ધી વસ્તુઓ ખાવાનું શરૂ કરવું પડે છે. આમિરે આ ડાયેટ અપનાવ્યું અને તેને બેવડો ફાયદો થયો. માઈગ્રેનના દુ:ખાવામાં રાહત મળવાની સાથે-સાથે તેમનું વજન પણ ઘટવા લાગ્યું અને થોડા જ મહિનામાં તેમણે 18 કિલો વજન ઘટાડી દીધું.

શું હોય છે એન્ટી-ઈન્ફ્લેમેટરી ડાયેટ?

ન્યુટ્રિશનિસ્ટ રૂજુતા દિવેકરે એન્ટી-ઈન્ફ્લેમેટરી ડાયેટ વિશે જણાવ્યું કે, આ ડાયેટ ફોલો કરવાનો મુખ્ય હેતુ વજન ઘટાડવાનો નથી હોતો, પરંતુ શરીરને અંદરથી રિપેર કરવાનો હોય છે. આ ડાયેટમાં ખાંડ, મેંદો, આલ્કોહોલ, પ્રોસેસ્ડ ફૂડ અને સૂર્યમુખી જેવા કેટલાક તેલથી સંપૂર્ણપણે દૂર રહેવું પડે છે. તમારે એવી વસ્તુઓ બિલકુલ નથી ખાવાની જેનાથી શરીરમાં ફેટ (ચરબી) જમા થાય.

આમિર ખોરાકમાં શું લેતા હતા?

શરીરની આંતરિક સૂજન ઓછી કરવા માટે આમિરે પોતાના ડાયેટમાં ડાર્ક ચોકલેટ, ફેટિ ફિશ, ચેરી, બ્રોકોલી, ગ્રીન ટી, એવોકાડો, દ્રાક્ષ, ટામેટાં, મશરૂમ અને બેરીઝ જેવી વસ્તુઓ સામેલ કરી. આ તમામ વસ્તુઓ શરીરની અંદરની સૂજન ઘટાડે છે અને પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે. આ સાથે જ આ ડાયેટથી શરીરમાં ચરબી જમા થતી નથી.

એક્સરસાઈઝ પણ રૂટિનનો ભાગ હતી

એવું બિલકુલ નથી કે આમિર ખાને માત્ર ડાયેટના આધારે જ વજન ઘટાડ્યું છે. તેઓ રોજ એક્સરસાઈઝ કરતા હતા, પરંતુ કોઈ હેવી વર્કઆઉટ નહોતા કરતા. તેઓ દરરોજ હળવી એક્સરસાઈઝ કરતા હતા, જેટલી તેમનું શરીર સરળતાથી સહન કરી શકે. આ ડાયેટ ફોલો કરીને તમે અઠવાડિયામાં જ પાતળા થઈ જશો એવું નથી. તેને તમારે રૂટિનમાં રાખીને લગભગ 1 થી 2 મહિના સુધી અપનાવવું પડે છે.

ઊંઘ અને અન્ય બાબતોનું ધ્યાન

તમે ઉંમરના ગમે તે પડાવ પર હોવ, ઊંઘનું ખાસ ધ્યાન રાખો. જો તમારી ઊંઘ પૂરી થશે તો તમારું શરીર ઝડપથી રિકવર થશે અને સારી રીતે કામ કરશે. ઊંઘ ઓછી હશે તો શરીર યોગ્ય રીતે કામ નહીં કરે. આમિર ખાને ડાયેટ ઉપરાંત પોતાની ઊંઘ, ખાન-પાન અને એક્સરસાઈઝ દરેક બાબતનું યોગ્ય ધ્યાન રાખ્યું અને ત્યારે જઈને થોડા મહિનામાં તેમનું વજન ઘટ્યું.